નવી દિલ્હી: કર્ણાટકની કોંગ્રસ-જેડીએસ સરકારને બચાવવા માટે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે તૈયાર છે. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરાયો હતો. દિવસભર તેના પર ચર્ચા થઈ. જો કે લગભગ 19 જેટલા સભ્યો સદનની કાર્યવાહીથી દૂર રહ્યાં હતાં. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પા આખી રાતે પાર્ટીના ધારાસભ્યો સાથે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માગણી સાથે ધરણા પર બેઠા હતાં. આજે કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બપોરે 1.30 કલાકે વિશ્વાસ મત પર વોટિંગ થશે. બીજી બાજુ રાજ્યપાલે વજુભાઈ વાળાએ પણ મુખ્યમંત્રી કુમારસ્વામીને બહુમત સાબિત કરવા માટે આજ બપોર 1.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈવ અપડેટ્સ...


- કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું  કે કોલારના ધારાસભ્ય શ્રીનિવાસ ગૌડાએ વિધાનસભામાં આરોપ લગાવ્યો કે ભાજપ તરફથી તેમને 5 કરોડની રજુઆત કરાઈ છે. અમે સદનમાં તેમના વિરુદ્ધ વિશેષાધિકાર હનનો પ્રસ્તાવ રજુ કરીશું. 
- કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે વિધાનસભામાં સતત ચર્ચા ચાલુ છે. 20 સભ્યો હજુ આમા ભાગ લેશે. મને નથી લાગતું કે આજે વિશ્વાસ મત પર ચર્ચા પૂરી થાય. સોમવાર સુધી ચર્ચા ચાલુ રહી શકે છે. 
- મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે મેં મુખ્યમંત્રી તરીકે તમામ જિલ્લાઓ માટે ફંડ જાહેર કર્યું. પરંતુ તમે ભાજપવાળા કહો છો કે હું ફક્ત 2-3 જિલ્લાઓનો સીએમ છું. આથી હું કહું છું કે આ મામલે આટલી ઉતાવળ થવી જોઈએ નહીં. આપણે તેના પર ચર્ચા કરવી પડશે. તમે લોકો લોકતંત્ર ખતમ કરી રહ્યા છો. 
- મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ચર્ચા  દરમિયાન કહ્યું કે તમે લોકોએ કર્ણાટકના મંત્રી એચડી રેવન્નાની આલોચના એટલા માટે કરી કારણ કે તેઓ પોતાની સાથે લીંબુ લાવ્યાં હતાં. તમે લોકો હિન્દુ સંસ્કૃતિને માનો છે, પરંતુ તમે આરોપ લગાવી રહ્યાં છો કે રેવન્નાએ પોતાની સાથે લીંબુ રાખ્યા હતાં અને તેઓ મંદિરમાં ગયા હતાં. પરંતુ તમે લોકોએ આરોપ લગાવ્યો કે તેઓ  કાળો જાદુ કરે છે. શું એ શક્ય છે કે કાળો જાદુ કરીને સરકારને બચાવી શકાય? અત્રે જણાવવાનું કે રેવન્ના મુખ્યમંત્રી એચડી  કુમારસ્વામીના ભાઈ છે. 
- સ્પીકરે એમ પણ કહ્યું કે જ્યાં સુધી વિશ્વાસ મત પર ચર્ચા પૂરી ન થાય ત્યા સુધી વોટિંગ થઈ શકે નહીં. ત્યારબાદ તેમણે વિધાનસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી. 
- કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશકુમારે રાજ્યપાલ તરફથી અપાયેલી સમયમર્યાદા પૂરી થવા પર કહ્યું કે મુખ્યમંત્રી નક્કી કરે કે રાજ્યપાલના આદેશનું પાલન કરવું છે કે નહીં. કારણ કે તેમના તરફથી મુખ્યમંત્રીને આદેશ મોકલાયો છે. આથી તેઓ તેના પર નિર્ણય લે. 
- રાજ્યપાલ વજુભાઈ વાળાએ તરફથી ફ્લોર ટેસ્ટ માટે અપાયેલી સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી ફ્લોર ટેસ્ટ થયો નથી. જેના પર સ્પીકર રમેશકુમારે કહ્યું કે જ્યાં સુધી ચર્ચા પૂરી ન થાય ત્યાં સુધી વિશ્વાસ મત પર વોટિંગ થશે નહીં. 
- સમાચાર એજન્સી આઈએએનએસના જણાવ્યાં મુજબ સત્તાધારી કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન પણ રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે કારણ કે મુખ્યમંત્રી ગુરુવારે જ સદનમાં વિશ્વાસ મત રજુ  કરી ચૂક્યા છે અને બહુમત સિદ્ધ કરવા માટે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બાબુએ કહ્યું કે રાજ્યપાલ વિધાનસભાની  કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. જે બંધારણની જોગવાઈઓ મુજબ વિધાનસભા અધ્યક્ષના અધિકારનો ક્ષેત્ર છે. 
- કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને શુક્રવાર બપોરે 1.30 વાગ્યાનો સમય વિધાનસભામાં બહુમત સાબિત કરવાના નિર્દેશથી નારાજ મુખ્યમંત્રીએ તેના પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી  કરી છે. એક અધિકારીએ આ જાણકારી આપી. સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના પ્રવક્તા રમેશબાબુએ અહીં આઈએએનએસને કહ્યું કે ગુરુવારે રાજ્યપાલ દ્વારા શુક્રવાર 1.30 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાના નિર્દેશ અપાયા હતાં તેના પર રોક લગાવવા માટે મુખ્યમંત્રીના વકીલ શુક્રવારે સુપ્રીમ કોર્ટ જશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...