નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (10 ફેબ્રુઆરી) દક્ષિણના ત્રણ રાજ્યો આંધ્ર પ્રદેશ, તમિલનાડૂ અને કર્નાટકના પ્રવાસે છે. તેના અંતર્ગત પીએમ મોદી આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં જનસભાનું સંબોધન કર્યું છે. ત્યાં તેમણે યોજનાઓની ભેટ આપી છે. સાથે જ મંચ પરથી વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતો. આ સાથે જ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પર નિશાન સાધ્યું હતું. જણાવી દઇએ કે મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ પીએમ મોદીના આ પ્રવાસનો વિરોધ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે મહામિલાવટ ક્લબ એવા લોકોનું ક્લબ છે, જેમાં સામેલ લગભગ દરેક લોકો પણ ગરીબોને છેતરવા અને ભ્રષ્ટાચારના આરોપમાં કાયદાના શકંજામાં છે. આ ક્લબમાં મુખ્યમંત્રી નાયડૂ પણ સામેલ છે. કેટલાક લોકો લૂંટના પાયા પર મહામિલાવટની ભૂમિકા ભજવી રહ્યાં છે.


વધુમાં વાંચો: યૂપી-ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી 88 લોકોના મોત, દરોડાનો દોર શરૂ


‘તમે ચૂંટણી હારવામાં સિનિયર છો’
પીએમ મોદીએ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તમે અમારા સિનિયર છો, એટલા માટે તમારા સન્માનમાં અમે કંઇ બાકી રખ્યું નથી. તમે સિનિયર છો પાર્ટી બદલવામાં, તમે સિનિયર છો બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવામાં, તમે સિનિયર છો એક ચૂંટણી બાદ બીજી ચૂંટણી હારવામાં અને હું તો તેમાં સિનિયર નથી.’ તેમણે કહ્યું કે ચંદ્રબાબૂ પહેલા જેને ગાળો આપે છે, પછી તેના જ ખોળામાં જઇને બેસી જાય છે. તેઓ તેમના સસરા (એનટી રામા રાવ)ની પીઠમાં છરાના ઘા મારવામાં સિનિયર છે.


‘સીએમ નાયડૂ મોદીને ગાળો આપવામાં લાગ્યા’
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, દેશમાં એલપીજીનું આપવું 1955માં શરૂ થયું હતું. ગત 65 વર્ષમાં માત્ર 5 કરોડ એલપીજીના નવા કનેક્શન આપવામાં આવ્યા હતા. અમારી સરકારે ગત પાંચ વર્ષમાં 16 કરોડ નવા કનેક્શન આપ્યા છે. જે લોકોએ દેશને ધૂમાડામાં છોજી દીધો હતો. તેઓ દેશમાં જૂઠાણું ફેલાવવામાં લાગ્યા છે. મહામિલાવટની અસર છે કે અહીંયના મુખ્યમંત્રી પણ મોદીને ગાળો આપવાની કોમ્પિટીશનમાં લાગ્યા છે.


વધુમાં વાંચો: J&K: કુલગામમાં 4 આંતકવાદીઓ છૂપાયા હોવાની આશંકા, સુરક્ષા દળ સાથે શૂટઆઉટ શરૂ


કુંભ મેળામાં આજે વસંત પંચમી પર ત્રીજુ શાહી સ્નાન, 2 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના


‘આપી યોજનાઓની ભેટ’
પ્રધાનમંત્રીએ અહીંયા પેટ્રોલિયમ અને ગેસ સાથે જોડાયેલી 6825 કરોડ રૂપિયાની બે યોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી છે. સાથે જ તેમણે રિમોર્ટ કંટ્રોલ દ્વારા નેલ્લોર જિલ્લામાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની એક કોસ્ટલ ટર્મિનલનો પાયો નાખ્યો છે. તેમમે કહ્યું કે અમારુ લક્ષ્ય ન્યૂ ઇન્ડિયાને પ્રદુષણરહિત આર્થિક શક્તિ બનાવવામાં આવે. અમરાવતી નવા ભારત અને નવા આંધ્ર પ્રદેશનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની હૃદય યોજના અંતર્ગત અમરાવતીને હેરીટેજ સિટી તરીકે પંસદગી કરવામાં આવી છે. તેમણે આ વખતે લોકસભા ચૂંટણીમાં પહેલી વખત વોટિંગ કરવા જઇ રહેલા લોકોને શુભકામનાઓ પાઠવી છે.


દેશના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો...