કુંભ મેળામાં આજે વસંત પંચમી પર ત્રીજુ શાહી સ્નાન, 2 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના

વસંત પંચમીના મુહૂર્ત શનિવાર સવારે 8:55 વાગ્યાથી રવિવાર સવારે 10 વાગ્યા સુધીનું છે. તેને જોઇને શ્રદ્ધાળુઓનું ગંગામાં સ્નાન સવારથી જ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં સ્નાનાર્થીઓ કુંભમેળામાં આવી રહ્યાં છે

કુંભ મેળામાં આજે વસંત પંચમી પર ત્રીજુ શાહી સ્નાન, 2 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના

પ્રયાગરાજ: કુંભ મેળાના ત્રીજા અને છેલ્લા શાહી સ્નાન વસંત પંચમીના પર્વ પર શનિવારે સવારે 8 વાગ્યાથી શ્રદ્ધાળુઓએ સ્નાન કરવાનું શરૂ કરી દીધુ છે. સવારે 4 વાગ્યા સુધીમાં 60 લાખથી વધારે લોકોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. મેળાના અધિકારી કિરણ આનંદે અહીંયા પત્રકારોને જણાવ્યું કે રવિવારે મેળામાં સ્નાન કરવા માટે 2 કરોડથી વધારે શ્રદ્ધાળુઓના આવવાની સંભાવના છે. તેને પગલે મુખ્ય 10 સ્થાનો પર 500 વધારાના પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે.

ડીઆઇજી મેળા કેપી સિંહએ જણાવ્યું કે વસંત પંચમીના મુહૂર્ત શનિવાર સવારે 8:55 વાગ્યાથી રવિવાર સવારે 10 વાગ્યા સુધીનું છે. તેને જોઇને શ્રદ્ધાળુઓનું ગંગામાં સ્નાન સવારથી જ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં સ્નાનાર્થીઓ કુંભમેળામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, બીએસએફની તરફથી બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. શનિવારની મધ્ય રાત્રીએ અક્ષયવટથી ત્રિવેણી માર્ગ વચ્ચે પાંચ પાંટૂન પુલોને બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રવિવારે ફોર વ્હિલ વાહનોનો પ્રવેશ બંધ રહેશે.

મળા અધિકારીએ જણાવ્યું કે મૌની અમાસ પર્વની જેમ વસંત પંચમી પર પણ 8 કિલોમીટરના વિસ્તારમાં 40 ઘાટ સ્નાન માટે ઉપલબ્ધ રહેશે. લોકોનું માર્ગદર્શન કરવા માટે દરેક જગ્યાએ લાઉડસ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સંગમ લોઅર માર્ગ, સંગમ અપર માર્ગ અને અખાડા માર્ગ પર ખાસ નજર રાખવા માટે નિયંત્રણ કક્ષને આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતી અને મૌની અમાસ બાદ વસંત પંચમી ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન છે અને ત્યારબાદ અખાડાના સાધુ તેમના સ્થળો તરફ પરત ફરવાનું શરૂ કરી દેશે. જોકે કુંભ મેળો 4 માર્ચ સુધી ચાલશે અને તે દિવસે મહાશિવરાત્રીના સ્નાનની સાથે આ મેળો સંપન્ન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news