નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણનાં ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાતે છે. જેના હેઠળ વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશનાં ગુંટૂરમાં જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમને વિવિધ યોજનાઓની સોગાત પણ આપી હતી. સાથે જ મંચ પરક્ષી વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની પણ ઝાટકણી કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન મોદીની મુલાકાતનો વિરોધ કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાગઠબંધનની ઝાટકણી કાઢતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મહામિલાવટ ક્લબ છે. આ ક્લબમાં એવા લોકો છે જેમણે ગરીબો અને મધ્યમવર્ગનાં લોકોનાં કરોડો રૂપિયા ચાઉ કરી લીધા છે અને દરેક પર આ મુદ્દે કેસ પણ ચાલી રહ્યા છે. આ ક્લબમાં મુખ્યમંત્રી નાયડુ પણ જોડાયા છે. એનટી રામા રાવ જેને દુષ્ટ કહેતા હતા, ચંદ્રાબાબુએ તેમને દોસ્ત બનાવ્યા છે. કેટલાક લોકોલુંટના ઇરાદા સાથે આ મહામિલાવટની રમત રમી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, દિલ્હીમાં જે નામદાર પરિવાર છે તેમના અહંકારે રાજ્યનાં મોટા નેતાઓનું હંમેશા અપમાન કર્યું છે. 

તમે ચૂંટણી હારવામાં સીનિયર છો
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે, તમે અમારા સીનિયર છો, એટલા માટે તમારા સન્માનમાં અમે કાંઇ જ ઓછુ નથી આવવા દીધું. તમે સીનિયર છો એક પછી એક ચૂંટણી હારવામાં, દળ બદલ્યા કરવામાં, ગઠબંધનો કરતા રહેવામાં તમે સીનિયર છો. ચંદ્રાબાબુ જેને અગાઉ ગાળો ભાંડતા હતા હવે તેના જ ખોળામાં જઇને બેઠા છે. તેઓ પોતાનાં સાસરા (એનટી રામા રાવ)ની પીઠમાં છરો ભોંકવામાં સીનિયર છે. 

યોજનાઓની સોગાત
વડાપ્રધાને અહીં પેટ્રોલિયમ અને ગેસ અંગેનાં 6825 કરોડ રૂપિયાની બે યોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. વડાપ્રધાન મોદીએ રિમોટ કંટ્રોલ દ્વારા નેલ્લોર જિલ્લામાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશ લિમિટેડનાં એક કિનારાના ટર્મિનલનું ખાતમુહર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારૂ લક્ષ્યાંક છે કે ન્યૂ ઇન્ડિયાને પ્રદૂષણ રહિત આર્થિક શક્તિ બનાવવામાં આવે. અમરાવતી નવા ભારત અને નવા આંધ્રપ્રદેશનું કેન્દ્ર બની રહી છે.