નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શીખોના 10મા ગુરૂ ગોવિંદ સિંહજીનાં 352મી જયંતી પ્રસંગે તેમના સન્માનમાં એક સ્મારક સિક્કા ઇશ્યું કર્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરૂ ગોવિંદ સિંહજીને એક સારા યોદ્ધાની સાથે જ એક કવિ પણ ગણાવ્યા. વડાપ્રધાન મોદીના આવાસ પર યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુરૂ ગોવિંદસિંહજીને શ્રદ્ધાપુર્વક નમન કરુ છું. તેમણે દેશવાસીઓને લોહડીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુરૂ ગોવિંદ સિંહજીએ ખાલસા ગ્રંથ દ્વારા સમગ્ર દેશને જોડ્યા. તેમમે કહ્યું કે, આ મારૂ સૌભાગ્ય છે કે મને તેમના સન્માનમાં સિક્કો ઇશ્યુ કરવાની તક મળી. તેમણે કહ્યું કે, ગુરૂ ગોવિંદસિંહજીનું કાવ્ય ભારતીય સંસ્કૃતીના તાણા-વાણા અને આપણા જીવનની સરળ અભિવ્યક્તિ છે. જેમ તેમનું વ્યક્તિત્વ બહુઆયામી હતા તેવી જ રીતે તેમનું કાવ્ય પણ અનેક અને વિવિધ વિષયોને પોતાની અંદર સમાહિત કરાયેલા છે. 


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારનાં અથાક પ્રયાસોથી કરતારપુર કોરિડોર બનાવવા જઇ રહ્યા છે, હવે ગુરૂ નાનકનાં માર્ગ પર ચાલનારો દરેક ભારતીય દુરબીનનાં બદલે પોતાની આંખોથી ગુરૂદ્વારા દરબાર સાહેબનાં દર્શન કરી શકશે. ઓગષ્ટ 1947માં જે ચુક થઇ હતી, આ તેનું પ્રાયશ્ચિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી તે પહેલા 5 જાન્યુઆરી, 2017ના રોજ પટનામાં ગુરૂ ગોવિંદ સિંહની 350મી જયંતી પ્રસંગે આયોજીત સમારંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે એક સ્મારક ડાક ટિકિટ પણ ઇશ્યુ કરી હતી. પોતાના સંબોધનમાં વડાપ્રધાને ખાલસા પંથ દ્વારા દેશને એક કરવાના ગુરૂ ગોવિંદ સિંહના અનોખા પ્રયાસને રેખાંકીત કર્યા હતા.