અલીગઢ : ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની નૃશંસ હત્યા બાદ અલીગઢના લોકોમાં ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. રવિવારે આ મુદ્દે બોલાવાયેલી મહાપંચાયત રદ્દ થયા બાદ લોકો બાળકીનાં પરિવારને ન્યાય મળે તે માટે મોટા પ્રમાણમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ તણાવને જોતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ દળને ફરજંદ કરી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોપાલમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, ફરી પોલીસની લાલીયાવાડી સામે આવી
અત્રે ઉલ્લેખનીય છે, આ અંગે પોલીસે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરી લીધી છે. તેમાં મુખ્ય આરોપી જાહીદ, તેની પત્ની શગુફ્તા, ભાઇ મેંહદી હસન અને અસલમનો સમાવેશ થાય છે. બીજી તરફ આ હત્યાકાંડ મુદ્દે આજે બોલાવાયેલી મહાપંચાયતને રદ્દ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં તણાવને જોતા સુરક્ષા વ્યવસ્થા જાળી રાખવા માટે ભારે પોલીસ ફોર્સને ફરજંદ કરી દેવામાં આવ્યું છે. તેમાં પીએસી, યુપી પોલીસનાં સિપાહી તથા આરએએફનાં સિપાહીઓને પણ ફરજંદ કરી દેવાયા છે. આશરે 1200 પોલીસ જવાનો ટપ્પલમાં ફરજંદ છે. 


બ્રહ્મોસથી લેસ થશે સુખોઇ, જળ હોય કે વાયુ તમામ ક્ષેત્રે બનશે અજેય !
મોદી સરકાર 2.0: 5 જુલાઈએ પ્રથમ બજેટ, અર્થતંત્ર સામે છે આ પડકારો
પોલીસ અને અર્ધસૈનિક દળોની તરફથી સમગ્ર વિસ્તારમાં તણાવને જોતા ફ્લેગ માર્ચ પણ કર્યું છે. પોલીસે પીડિત પરિવાર અને આરોપીનાં ઘરેથી 200 મીટર પહેલા જ બેરિકેડિંગ કરી દીધું છે. સાથે જ કલમ 144 ના ઉલ્લંઘન પર 5 લોકોને કસ્ટડીમાં લીધા છે. 


વડાપ્રધાનની શ્રીલંકા યાત્રાઃ ઈસ્ટર હુમલાનો ભોગ બનેલાને ચર્ચમાં જઈ આપી શ્રદ્ધાંજલિ
પોલીસે મુખ્ય આરોપી જાહિદ અસલમને પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી. શનિવારે સવારે જાહિદની પત્ની શગુફ્તા અને ભાઇ મહેંદી હસનની પણ સીટે ધરપકડ કરી લીધી હતી. અલીગઢનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક આકાશ કુલહરીએ જણાવ્યું કે, પોલીસે આરોપીઓ વિરુદ્ધ મજબુત કેસ બનાવી રહી છે જેથી તેઓ તમામ કાયદાકીય પ્રક્રિયા પર ખતરો ઉતરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય સુનિશ્ચિત થઇ શકે. તમામ શંકાસ્પદનાં ફોન રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે. કુલહરિ શુક્રવારે મોડી રાત સુધી ઘટના સ્થળ પર હાજર હતા.