મોદી સરકાર 2.0: 5 જુલાઈએ પ્રથમ બજેટ, અર્થતંત્ર સામે છે આ પડકારો

અર્થતંત્રમાં હાલ જે પ્રમાણે મંદી ચાલી રહી છે તેના કારણે સરકાર એવો પ્રયાસ કરશે કે બજેટ એવું બનાવામાં આવે જેમાં દરેક વર્ગનું ધ્યાન રાખી શકાય. આ કારણે જ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ 11થી 23 જૂન દરમિયાન દેશના અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને વારાફરતી મળવાના છે 
 

મોદી સરકાર 2.0: 5 જુલાઈએ પ્રથમ બજેટ, અર્થતંત્ર સામે છે આ પડકારો

નવી દિલ્હીઃ નવી મોદી સરકાર સામે આ વખતે આર્થિક મોરચા પર તમામ પ્રકારના પડકારો છે. 5 જુલાઈના રોજ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ વખતે આર્થિક મંદીના કારણે શેરબજાર અને ઉદ્યોગપતિઓ નવી પૂર્ણ બહુમતવાળી સરકાર પાસે બજેટમાં ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા છે. 

ઉલ્લેખનીય છે કે, નાણાકિય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર છેલ્લા 5 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આજથી એક વર્ષ પહેલા આ વિકાસદર 7.2 ટકા હતો. ચાલુ નાણાકિય વર્ષ સમાપ્ત થયા ત્યારે આ વિકાસદર 6.8 ટકા રહેવાનું અનુમાન છે. 

અર્થતંત્રમાં હાલ જે પ્રમાણે મંદી ચાલી રહી છે તેના કારણે સરકાર એવો પ્રયાસ કરશે કે બજેટ એવું બનાવામાં આવે જેમાં દરેક વર્ગનું ધ્યાન રાખી શકાય. આ કારણે જ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ 11થી 23 જૂન દરમિયાન દેશના અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને વારાફરતી મળવાના છે. આ ઉપરાંત, દેશના તમામ રાજ્યોના નાણામંત્રી 20 જૂનના રોજ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં પણ બજેટ અંગે પોતાના સુચનો રજૂ કરશે. 

ભારતીય અર્થતંત્ર સામે રહેલા પડકારો

  • બેન્કોમાં ધિરાણનું ભારણ
  • બેન્કોની વધતી જતી નોન-પરફોર્મિંગ એસેટ
  • રોજગારનું સંકટ
  • નિકાસમાં ઘટાડો
  • કૃષિ સંકટ
  • રાજકોષિય ખાધ
  • નબળું ચોમાસું અને દુષ્કાળની સંભાવનાઓ
  • રોકાણમાં કોઈ નવો વધારો ન થવો 
  • ઘરેલુ વપરાશમાં ઘટાડો 

આ તમામ બાબતોના કારણે દેશનું અર્થતંત્ર ધીમું પડી ગયું છે અને હજુ સુધી તેજ ગતિ પકડી શક્યું નથી. આથી, રાજકોષિય ખાધના વધતા દબાણ વચ્ચે અર્થતંત્રને ગતિ આપવી એ નિર્મલા સાતારમણ સામે સૌથી મોટો પડકાર રહેશે. 

સરકારના પ્રયાસો ચાલુ
સરકાર તરફથી આ અંગે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે નવી કેબિનેટ સમિતિની રચના કરી છે, જેના તેઓ પોતે અધ્યક્ષ છે. એક સમિતિની રચના રોકાણ ખેંચી લાવવા અને આર્થિક મંદી દૂર કરવા માટે કરાઈ છે. બીજી કેબિનેટ સમિતિની રચના દેશમાં નવા રોજગાર પેદા કરવા અને સ્કિલ ઈન્ડિયા પ્રોગ્રામને સફળ બનાવવા માટે કરાઈ છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news