નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના ખાસ આઇપીએસ અધિકારી રાજીવ કુમાર શુક્રવારે કોલકાતા સ્થિત તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ના ઓફિસ પહોંચ્યા છે. શારદા ચિટફંડ કૌભાંડ મામલે આરોપી રાજીવ કુમારથી સીબીઆઇ આજે ફરી પૂછપરછ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દેશના આ રાજ્યોને મળશે કાળઝાળ ગરમીથી રાહત, આજે ભારે વરસાદની સંભાવના


જણાવી દઇએ કે, કોલકાતા હાઇકોર્ટે 31 મેના રોજ શારદા ચિટફંડ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળ સીઆઇડીના અધિક ડિરેક્ટર રાજીવ કુમારને 10 જુલાઇ સુધી ધરપકડ અને કોઇ પણ શિક્ષાત્મક કાર્યવાહીથી રાહત આપી હતી. હાઇકોર્ટના રજા સમયે પીઠે 10 જૂનથી એક મહિના માટે તેમને ધરપકડથી સંરક્ષણ પ્રદાન કર્યું અને કુમારને 24 કલાકની અંદર તેમનો પાસપોર્ટ જમાં કરાવવા આદેશ આપ્યો હતો.


વધુમાં વાંચો: રાજસ્થાન ભાજપ અધ્યક્ષના ‘રાણી-અકબર’ મામલે વિવાદિત બોલ


ગૃહમંત્રી બનતા જ શાહનું સરનામું બદલાયું, ફાળવાયો આ દિગ્ગજ નેતાનો બંગલો


ન્યાયમૂર્તિ પ્રતીક પ્રકાશ બેનરજીએ કહ્યું કે, અરજીકર્તા ઉનાળા વેકેશન બાદ 12 જૂને કોર્ટ ફરી શરૂ થવા પર નિયમિત પીઠ સમક્ષ હાજર થાય. કુમારે 30 મેના રોજ કોલકાતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે સીબીઆઇની તે નોટિસને રદ કરવાની માગ કરી જેમાં શારદા ચિટફંડ કૌભાંડ મામલે તેમના પર તથ્યોને સંતાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...