રાજસ્થાન ભાજપ અધ્યક્ષના ‘રાણી-અકબર’ મામલે વિવાદિત બોલ

રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ મદન લાલ સૈનીએ મુઘલ શાસક અકબર વિશે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, તેઓ સ્ત્રીના કપડા પહેરી મીના બજારમાં જતા અને ત્યાં દુષ્કર્મ કરતા હતા. ત્યારે કોંગ્રેસે સૈનીના આ નિવેદનની નિંદા કરી છે.

રાજસ્થાન ભાજપ અધ્યક્ષના ‘રાણી-અકબર’ મામલે વિવાદિત બોલ

જયપુર: રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ મદન લાલ સૈનીએ મુઘલ શાસક અકબર વિશે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, તેઓ સ્ત્રીના કપડા પહેરી મીના બજારમાં જતા અને ત્યાં દુષ્કર્મ કરતા હતા. ત્યારે કોંગ્રેસે સૈનીના આ નિવેદનની નિંદા કરી છે.

સૈનીએ આ નિવેદન ભાજપના હેડક્વાર્ટર્સમાં મહારાણા પ્રતાપની જયંતીના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા આપ્યું હતું. અકબર મહાન કે મહારાણા પ્રતાપ એવું પુછવા પર સૈનીએ કહ્યું કે, કોઇપણ વ્યક્તિની મહાનતા તેના જીવન ચરિત્ર પરથી નક્કી કરવામાં આવે.

સૈનીએ કહ્યું કે, અકબરે મીના બજાર શરૂ કરાવ્યુ હતુ અને મીના બજારમાં દરેક કામ મહિલાઓ કરતી હતી. અકબર સ્ત્રીના કપડા પહેરી ત્યાં જતો હતો અને દુષ્કર્મ કરતો હતો. જો કે, સૈનીએ પાછળથી કહ્યું કે, ‘દુષ્કર્મ એટલે મારો અર્થ છેડછાડ છે.’

એટલું જ નહીં બિકાનેરની રાણી કિરન દેવીની સાથે અકબરે દૂર્વ્યવહાર કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું- દુર્વ્યવહાર કરવા પર રાણીએ સમ્રાટના ગળા પર તલવાર રાખી દીધી હતી અને અકબરે તેમના જીવન માટે ભીખ માગવી પડી હતી. સૈનીએ કહ્યું કે, તો જીવન ચરિત્ર જોવું પડશે કે કોણ મહાન હોઈ શકે છે.

આ વચ્ચે કોંગ્રેસની પ્રદેશ પ્રવક્તા અર્ચના શર્માએ આ નિવેદન પર કહ્યું કે, તેમણે જેવી ભાવનાઓ વ્યક્ત કરી છે તે ખુબ જ નિંદનીય છે. કોંગ્રેસે સૈનીના આ નિવેદનને સમાજમાં તણાવ ઊભો કરવા અને ઇતિહાસ વિકૃત કરનારું ગણાવ્યું છે.
(ઇનપુટ: ભાષા)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news