Tripura, Meghalaya, Nagaland election results 2023 Live: પૂર્વોત્તરમાં કોના શિરે તાજ? ત્રણ રાજ્યોમાં ક્યાં કોણ છે આગળ ખાસ જાણો

Thu, 02 Mar 2023-2:58 pm,

North East Election Result Live Updates: પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મત પડ્યા હતા. 2 માર્ચ એટલે કે આજે પરિણામનો દિવસ છે.

Latest Updates

  • મેઘાલયમાં ત્રિશંકુ સરકાર!
    પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં ત્રિશંકુ સરકાર આવે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જુઓ શું કહે છે ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા...

  • ત્રિપુરાની શું છે પરિસ્થિતિ (જાણો ચૂંટણી પંચના આંકડા મુજબ)
    ત્રિપુરામાં પણ ભાજપ અને તેના સાથી પક્ષો આગળ છે. રાજ્યમાં ફરીથી એકવાર ભગવો લહેરાયો છે. 

  • નાગાલેન્ડની લેટેસ્ટ સ્થિતિ
    પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં હાલ સ્થિતિ જોઈએ તો ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભરી રહ્યો છે. જ્યારે ભાજપ અને તેના સાથી પક્ષો સત્તા બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. 

  • નાગાલેન્ડમાં એનડીપીપી, મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી
    અત્યાર સુધી આવેલા ટ્રેન્ડમાં નાગાલેન્ડમાં એનડીપીપી (ભાજપ ગઠબંધન)એ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. જ્યારે ત્રિપુરામાં ભાજપ 33 બેઠકો પર આગળ છે. 

  • મેઘાલયમાં કાંટાની ટક્કર
    મેઘાલયમાં એનપીપી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એનપીપી 22, અપક્ષ 19, ભાજપ 7, કોંગ્રેસ 5 અને ટીએમસી 6 બેઠકો પર આગળ છે. 

  • નાગાલેન્ડમાં નેફ્યુ રિયોની દમદાર વાપસી
    નાગાલેન્ડમાં ટ્રેન્ડમાં નેફ્યુ રિયોના નેતૃત્વવાળા NDPP ગઠબંધનને બહુમત મળતું જોવા મળી રહ્યું છે. આ ગઠબંધન 38થી વધુ બેઠકો પર આગળ છે. આશા છે કે સાંજ સુધીમાં પરિણામો જાહેર કરી દેવાશે. 

  • ત્રિપુરામાં ભાજપ બની મોટી પાર્ટી
    ત્રિપુરામાં ચૂંટણી પંચના  આંકડા મુજબ ભાજપ 28 બેઠક પર, ત્રિપરા મોથા પાર્ટી 11  બેઠકો પર, કોંગ્રેસ 6 જ્યારે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) 11 બેઠકો પર આગળ છે. મતગણતરી હજુ પણ ચાલુ છે. જ્યારે ટ્રેન્ડમાં 34 બેઠકો પર ભાજપની લીડ છે. 

  • ત્રિપુરામાં ભાજપનું બગડ્યું ગણિત
    ત્રિપુરામાં ભાજપનું ગણિત બગડતું જોવા મળી રહ્યું છે. ભાજપ હવે ફક્ત 26 બેઠકો પર આગળ છે. જ્યારે લેફ્ટ 20 બેઠકો પર આગળ છે. પ્રદ્યોત માણિક્યની પાર્ટી ટિપરા મોથા 13 બેઠકો પર આગળ છે. અત્રે જણાવવાનું કે ત્રિપુરા રાજપરિવારના પ્રદ્યોત માણિક્ય દેબવર્માએ ચૂંટણી પહેલા જ ટિપરા મોથા પાર્ટી બનાવી છે. આ ચૂંટણીમાં તેમની પાર્ટી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે.

  • ત્રિપુરામાં ઝડપથી બદલાઈ રહ્યું છે ગણીત
    શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 40 બેઠકો પર આગળ હતું પરંતુ હવે જે જોવા મળી રહ્યું છે તેમાં ભાજપ 30 બેઠકો પર આગળ છે. રાજ્યમાં બહુમત માટે 31 બેઠકોની જરૂર છે. સીએમ માણિક સાહા બાહદોવલી સીટથી આગળ છે. 

  • ત્રણેય રાજ્યોની લેટેસ્ટ  અપડેટ
    ત્રિપુરામાં તમામ 60 બેઠકોના ટ્રેન્ડ આવી ગયા છે. જેમાં ભાજપ 36, લેફ્ટ 15 અને ટીએમપી 9 બેઠકો પર આગળ છે. જ્યારે નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનવાળા એનડીપીપીને 37, એનપીએફ 8 અને કોંગ્રેસ 2 તથા અન્ય 13 બેઠકો પર આગળ છે. જ્યારે મેઘાલયમાં એનપીપી 27, કોંગ્રેસ 5 અને ભાજપ 7 બેઠકો પર આગળ છે. 

  • ત્રિપુરામાં ભાજપે જીતી હતી 35 બેઠકો
    આ અગાઉ વર્ષ 2018માં ભાજપે ત્રિપુરા રાજ્યમાં 35 બેઠકો જીતી હતી. જ્યારે સીપીઆઈ(એમ)16, આઈપીએફટીએ 8 બેઠકો મેળવી હતી. અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ જોઈએ તો ભાજપ 40 બેઠકો પર આગળ છે. જ્યારે 5 બેઠકો પર લેફ્ટ, 5 પર ટીએમપી આગળ છે. 

  • નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધનવાળું એનડીપીપી આગળ
    નાગાલેન્ડમાં 60માંથી 32  બેઠકો પર ભાજપના ગઠબંધવાળું એનડીપીપી 27 બેઠકો પર આગળ છે. જ્યારે એનપીએફને 2, કોંગ્રેસને 1 અને અન્યને 3 બેઠકો પર લીડ મળી છે. 

  • ત્રિપુરામાં ભાજપને બહુમત
    ત્રિપુરામાં જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે જોતા ભાજપને બહુમત મળી ગયું છે. ભાજપ અહીં 34 બેઠકો પર આગળ છે. ટિપરા મોથા પાર્ટી 5 બેઠકો પર આગળ છે. ટીએમસી 5 બેઠકો પર આગળ છે. 

  • Meghalaya Election Result 2023: મેઘાલયમાં એનપીપી આગળ
    મેઘાલયમાં એનપીપી વિરોધીઓથી આગળ નીકળી છે. અહીં એનપીપી 23 જ્યારે ટીએમસી 10, ભાજપ 8, કોંગ્રેસ 5, અને અન્ય 4 બેઠકો પર આગળ છે. 

  • ટ્રેન્ડમાં ક્યાં કોણ આગળ
    શરૂઆતના ટ્રેન્ડમાં ત્રિપુરામાં ભાજપ 60માંથી 34 બેઠકો પર આગળ છે. ટિપરા મોથા પાર્ટી(ટીએમપી) 5 બેઠકો પર આગળ છે. જ્યારે ટીએમસી 5 બેઠકો પર આગળ છે. નાગાલેન્ડમાં એનડીપી 13 બેઠક પર આગળ છે. જ્યારે એનપીએફ 2 અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે. મેઘાલયમાં એનપીપી 7 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ એક અને ભાજપ 2 બેઠક પર આગળ છે. 

  • મતગણતરી શરૂ
    સવારે 8 વાગ્યાના ટકોરે ત્રણેય રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના જે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તેમાં ત્રિપુરામાં ભાજપને લીડ મળી રહી છે. પાર્ટી 60માંથી 16 બેઠકો પર આગળ છે. જ્યારે મેઘાલયમાં હાલના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી એનપીપી 4 બેઠકો પર આગળ છે. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link