Chandrayaan-3 LIVE Updates: ચંદ્ર પર ભારતનો વાગ્યો ડંકો, રચ્યો ઇતિહાસ, દેશમાં દિવાળી જેવો માહોલ

Wed, 23 Aug 2023-6:51 pm,

Chandrayaan 3 Moon Landing LIVE Updates: ભારતનું ચંદ્રયાન-3 તમામ જટિલતાઓને પાર કરીને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર પહોંચ્યું છે. જ્યારે ચંદ્રયાન-3 40 દિવસની સફર પૂર્ણ કરીને ચંદ્ર પર પહોંચ્યું ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ઈસરોને અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ક્ષણ માટે સમગ્ર દેશને શુભકામનાઓ પાઠવી હતી. ચંદ્રયાન-3ની `ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ` શરૂ થતાં જ આખી દુનિયાની નજર આ ઐતિહાસિક ક્ષણ પર હતી. જેમાં ભારતને મોટી સફળતા મળી છે. હવે ચંદામામા પણ ભારતની પહોંચથી દૂર રહ્યાં નથી.

ચંદ્રયાનનું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ
ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 આજે સાંજે 6. 04 વાગે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી દીધું છે. સૌથી પહેલા ઓટોમેટિક લેન્ડિંગ સીક્વેન્સ શરૂ કરાશે. જો કે હજુ લેન્ડર મોડ્યુલના નિર્ધારિત જગ્યા પર પહોંચવાની વાટ જોવાઈ રહી હતી. જેમાં ભારતને મોટી સફળતા મળી છે. પીએમ મોદીએ પણ 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. દેશભરમાં ફટાકડા ફૂટી રહ્યાં છે. ગુજરાતની સ્કૂલોમાં તો છાત્રોએ ડાન્સ કરીને આ પળને વધાવી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 

Latest Updates

  • હંમેશા યાદ રહે એટલે જ લેન્ડરનું નામ વિક્રમ છે : વિક્રમ એટલે કોણ એક અમદાવાદી, એક ગુજરાતી

    ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. આ ગર્વની ક્ષણે એ ના ભૂલો કે આ ઈતિહાસ રચવાની તક એ એક અમદાવાદી એક ગુજરાતીએ આપી છે. અવકાશ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને આપણે એક ગુજરાતી અને અમદાવાદી તરીકે યાદ કરવા જોઈએ. 12મી ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. જેમણે ભારતની આઝાદી બાદ એ વખતના અભાવો અને ગરીબપણા વચ્ચે આ દેશને સ્પેસ રિસર્ચ સેન્ટર સ્થાપવા સુચન કર્યું હતું. આજે ચંન્દ્રયાન પર ઉતર્યું એ લેન્ડરનું નામ પણ વિક્રમ છે. ઈસરોએ આજે અમદાવાદી વિક્રમભાઈ સારાભાઈના નામને અમર બનાવી દીધું છે. ભારતે વિક્રમ લેન્ડર ચંન્દ્ર પર ઉતારી વિક્રમ સારાભાઈના નામને બહુમાન અપાવ્યું છે. ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે. અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો ઉચ્ચઅભ્યાસ કર્યો હતો. આજે વિક્રમ લેન્ડરે ચંન્દ્રયાન પર સોફ્ટ લેન્ડિંગ કરી એક ઈતિહાસ રચી દીધો છે. અગાઉ ઈસરોએ  સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનને વિકાસ નામ આપી વિક્રમભાઈ સારાભાઈના યોગદાનને વધાવ્યું હતું.

  • 140 કરોડ લોકોની પ્રાર્થના અને 16,500 ઈસરોના વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી

    ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યું છે. ભારત આ સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને 16,500 ઈસરોના વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી. હવે સમગ્ર વિશ્વ જ નહીં પણ ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં આવી ગયો છે. ઈસરોના 16,500 વૈજ્ઞાનિકો છેલ્લા ચાર વર્ષથી જે મહેનત કરી રહ્યા હતા તે પૂર્ણ થઈ ગઈ છે. સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ણાત એવા વિશ્વના ચાર દેશોમાં હવે ભારતનું નામ જોડાઈ ગયું છે. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પાછળ વૈજ્ઞાનિકોની મહેનતની સાથે લગભગ 140 કરોડ લોકોની પ્રાર્થના પણ કામ કરી હતી.

  • Chandrayaan 3 Landing: ચંદ્રયાન 3 સફળઃ ભારતનો 'ચંદ્રવિજય'... ચંદ્ર પર લહેરાવ્યો ત્રિરંગો

    ઈસરોએ ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો છે. હવે બાળકો ચંદાને મામા કહેશે નહીં. ચંદ્રને જોઈને તમે તમારા ભવિષ્યના સપના પૂરા કરશો. ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર ઉતરી ચૂક્યું છે.

  • ચંદ્રયાન-3 ટૂંક જ સમયમાં ચંદ્ર પર લેન્ડીંગ કરશે, ISROએ શરૂ કર્યું લાઈવ પ્રસારણ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર થોડી જ વારમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ઉતરવાનો પ્રયાસ કરશે. બેંગ્લોરમાં ઈસરોના મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાંથી લાઈવ તસવીરો જોઈ શકો છો અને આ લિન્ક પરથી તમે લાઈવ પણ જોઈ શકશો.

     

  • ગાયક કૈલાશ ખેરે શુભેચ્છાઓ આપી હતી

    પ્લેબેક સિંગર કૈલાશ ખેરે કહ્યું કે જેઓ ભારતને પ્રેમ કરે છે તેમના માટે આ ગર્વની ક્ષણ છે કે ચંદ્રયાન ચંદ્ર પર ઉતરવા જઈ રહ્યું છે. વિજ્ઞાન અને અવકાશ જટિલ વિષયો છે પરંતુ હું મારા સાથી ભારતીયોને સલામ કરું છું કારણ કે તેઓ આ માટે સખત મહેનત કરી રહ્યા છે અને તેમને આજના નેતૃત્વનું સમર્થન છે. આપણા ભારતીય મૂલ્યો, આપણી શાશ્વત પરંપરાઓને સલામ કરીને હું તમામ ભારતીયોને મારી શુભકામનાઓ પાઠવું છું.

  • ચંન્દ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ જોવા માટે અહીં કરો ક્લિક

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • દુનિયા ને દેખા INDIA કા દમ,ચંદા મામા કે ઘર પહુંચે હમ: ચંદ્રયાન-3ની ઐતિહાસિક ક્ષણ અંગે દેશમાં ઉત્સાહ

     

  • મિશન ચંદ્રયાન 3માં અમદાવાદની PRLની મહત્વની ભૂમિકા

     

  • ચંદ્રની સપાટીથી ચંદ કદમ દૂર ચંદ્રયાન-3! સફળ લેન્ડિંગ માટે સુરતમાં 100 જેટલા ઋષિકુમાર કરી રહ્યા છે વૈદિક યજ્ઞ
     

  • જાણો ચંદ્રના સાઉથ પૉલ વિશે... જ્યાં કોઇ નથી પહોંચ્યું ત્યાં પહોંચશે ભારતનું ચંદ્રયાન-3

  • ચંન્દ્રયાન 3નું Live ટ્રેકિંગ જોવા અહીં કરો ક્લિક

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • ચંદ્રયાન-3 મૂન લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    Chandrayaan-3 Moon Landing Live updates: ભારતનું (ISRO) મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3 આજે ચંદ્રની સપાટી પર ઉતરશે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 આજે સાંજે 6:40 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. કોઈ પણ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યું નથી, તેથી જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં સક્ષમ છે, તો ભારત આવું કરનાર પ્રથમ દેશ બની જશે. ચંદ્રયાન-3 મૂન લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટ 2023ના રોજ ઈસરોની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને ડીડી નેશનલ પર બતાવવામાં આવશે, તમે Zee24 Kalakની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો.

     

  • Chandrayaan 3 News: ચંદ્રયાન-3ના ઉતરાણ પહેલા કેવી રહેશે સ્થિતિ, શું રહેશે તાપમાન? અહીં બધું જાણો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    Chandrayaan 3 Landing final moment: કોઈ આશા નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારત આજે સાંજે ચંદ્ર પર હશે. 140 કરોડ દેશવાસીઓ સાંજે 6.04ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત તેનું યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા જઈ રહ્યું છે. દાયકાઓ પહેલા જોયેલું એક સપનું પૂરું થવાનું છે. આવી સ્થિતિમાં તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે જેમ કે આપણું લેન્ડર ક્યારે ઉતરશે, તે સમયે ચંદ્રનો મૂડ કેવો હશે. શું ત્યાં કોઈ હિલચાલ થશે? તાપમાન શું હશે અને ઝડપ કેટલી હશે? ચાલો તમને જણાવીએ આવા દરેક સવાલનો જવાબ.

    અવકાશમાં પૃથ્વી જેવું વાતાવરણ ન હોવાને કારણે, લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ એક પડકારજનક કાર્ય છે, કારણ કે યાનની ગતિ ધીમી કરવી સરળ નથી. જ્યારે લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે ત્યારે તેમને ખરાબ હવામાનનો સામનો કરવો પડશે. ત્યાં તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસથી -203 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોઈ શકે છે.

    લેન્ડિંગ દરમિયાન, તેના એન્જિનમાં આગ ગરમ ગેસ અને ધૂળનો પ્રવાહ ચંદ્રની સપાટી પર વિરુદ્ધ દિશામાં પેદા કરી શકે છે. આ પણ એક પ્રકારનો પડકાર હશે. મિશન કંટ્રોલ અને યાન વચ્ચે દરેક મેસેજને આગળ અને પાછળ જવા માટે થોડી મિનિટો લાગે છે. કારણ કે એન્ટેના પર મળતા સિગ્નલ નબળા પડી જાય છે. આ ક્ષણો ઘણી કિંમતી હોય છે. કારણ કે લાઈવ લોકેશન ટ્રેકિંગમાં આખી ગેમ સિગ્નલની છે.

  •  Chandrayaan-3 Moon Landing: લેન્ડર તેના સેન્સર અને કેમેરાનો ઉપયોગ કરશે

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તે 6.8 કિમીની ઉંચાઈ પર પહોંચશે ત્યારે માત્ર બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય બે એન્જિનને બંધ કરી દેવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય 'રિવર્સ થ્રસ્ટ' (સામાન્ય દિશાની વિરુદ્ધ દિશામાં ધકેલવો) લૅન્ડરને જ્યારે સપાટીની નજીક આવશે. , અધિકારીઓએ કહ્યું કે લગભગ 150 થી 100 મીટરની ઉંચાઈ પર પહોંચવા પર, લેન્ડર તેના સેન્સર અને કેમેરાનો ઉપયોગ કોઈપણ અવરોધો માટે સપાટીને તપાસવા માટે કરશે અને પછી સોફ્ટ-લેન્ડિંગ કરવા માટે નીચે ઉતરવાનું શરૂ કરશે.

    ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં કહ્યું હતું કે 30 કિમીની ઉંચાઈથી અંતિમ ઉતરાણ સુધી લેન્ડરની ઝડપ ઘટાડવાની પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ ભાગ હશે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોફ્ટ-લેન્ડિંગ પછી, રોવર તેની એક બાજુની પેનલનો ઉપયોગ કરીને લેન્ડરની અંદરથી ચંદ્રની સપાટી પર ઉતરશે, જે રેમ્પ તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે લેન્ડિંગ પછી, ચંદ્રની સપાટીની નજીક તેમાં હાજર એન્જિન સક્રિય થવાને કારણે લેન્ડરને ધૂળના પડકારનો સામનો કરવો પડી શકે છે.

  • ચંદ્રયાન-3 મિશન: 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ' શું છે? ઈસરોનું સમગ્ર ધ્યાન હવે આના પર છે

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન'થી સજ્જ LM બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ એક એવી સિદ્ધિ છે, જે અત્યાર સુધી કોઈ દેશ હાંસલ કરી શક્યો નથી. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALS) શરૂ કરવા માટે તૈયાર છે. લેન્ડર મોડ્યુલ (LM) લગભગ 17.44 કલાક (5.44 કલાક IST) પર નિર્ધારિત બિંદુ સુધી પહોંચે તેવી અપેક્ષા છે."

    સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે, “ALS કમાન્ડ પ્રાપ્ત કર્યા પછી, LM ઝડપથી ઉતરવા માટે થ્રોટલેબલ એન્જિનને સક્રિય કરે છે. મિશન ઓપરેશન્સ ટીમ આદેશોના વ્યવસ્થિત અમલીકરણની પુષ્ટિ કરવાનું ચાલુ રાખશે." તમામ પરિમાણો તપાસ્યા પછી અને ઉતરાણનો નિર્ણય લીધા પછી, ISRO એ નિર્ધારિત સમયના થોડા કલાકો પહેલા બાયલુ ખાતેના તેના ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) ઇન્સ્ટોલેશનથી LM લોન્ચ કર્યું. લેન્ડિંગ. જરૂરી આદેશ અપલોડ કરશે.

    • ચંદ્રયાન મિશન 3માં અમદાવાદમાં આવેલા PRL (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી)ની પણ રહી છે મહત્વપૂર્ણ ભૂમિકા

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      PRLના ડીન પ્રોફેસર ડી.પલ્લમ રાજુએ કહ્યું કે, ચંદ્રયાન 1, 2 અને હવે 3માં PRL એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે

    • ચંદ્રયાન 3નું લેન્ડર વિક્રમ સારાભાઈના નામે છે, જેમાં એક રોવર છે

    • છાસ્તે જે PRL અમદાવાદમાં તૈયાર થયું છે, જે વિક્રમ લેન્ડરમાં છે

    • વિક્રમ લેન્ડર લેન્ડ થયા બાદ છાસ્તે તેનું કામ કરશે

    • છાસ્તે થર્મોમીટર જેવું છે, જે ચંદ્રની સપાટી પરથી 10 સેન્ટિમીટરની જાણકારી આપશે

    • PRLમાંથી એપી એક્સેસ બનાવાયું છે, જે રોવરમાં છે, જેના માધ્યમથી ચંદ્રની એલિમેન્ટલ પાર્ટીકલ વિશે જાણકારી મળશે

    • PRL તેનું 77 વર્ષ ઉજવી રહ્યું છે

    • વિક્રમ સારાભાઈએ એમના ઘરમાં જ PRL શરૂ કર્યું હતું

    • ચંદ્રયાન 3 સિવાય PRL સૂર્ય અને આદિત્ય મિશનમાં પણ યોગદાન 

    • જે જગ્યાએ આપણે પહોંચીશું ત્યાં ક્યારેય કોઈ પહોંચ્યું નથી

    • 4 બિલિયન જૂનું મટીરીયલ ચંદ્ર પર છે, જેના વિશે છાસ્તે આપણને જાણકારી આપશે

    • ચંદ્ર પર સિસમીક એક્ટિવિટી અંગે પણ જાણકારી મળશે

    • સ્પેસ, અંતરીક અને ગ્રહ વિજ્ઞાન માટે આ ચેન્જિંગ મોમેન્ટ હશે

    • ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ઈસરો તૈયાર

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      ચંદ્રયાન 3ના લેન્ડરને 23 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગીને 4 મિનિટે લેન્ડ કરાવાશે

    • 25 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડરને લેન્ડ કરાવવામાં આવશે

    • ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગની સાથે જ ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનાર પહેલો દેશ બનશે ભારત

    • જો 23 ઓગસ્ટના રોજ સોફ્ટ લેન્ડિંગ માટે પરિબળ યોગ્ય નહીં હોય તો પ્લાન બી તૈયાર છે, એ પછી 27 ઓગસ્ટના રોજ લેન્ડિંગ કરાશે

    • 23 ઓગસ્ટના રોજ સોફ્ટ લેન્ડિંગ પહેલા વિક્રમ લેન્ડરના તમામ સેન્સર કેલિબ્રેટ કરાશે

    • ચંદ્રની સપાટીના ફોટો વિક્રમ લેશે, જેના અગાઉના ફોટો સાથે અભ્યાસ કરાશે, બધું જ નિયંત્રણમાં હશે તો જ સોફ્ટ લેન્ડિંગ કરાશે

    • લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડર દ્વારા કમ્યુનિકેશન કરાશે, ત્યારબાદ 6 પૈડાનું પ્રજ્ઞાન રોવર રેમ્પ પરથી ચંદ્રની સપાટી પર આવશે

    • હાલની સ્થિતિએ ચંદ્રયાન 2 ઓરબીટર અને ચંદ્રયાન 3 ના લેન્ડર વચ્ચે સંપર્ક થઈ ચૂક્યો છે

    • ચંદ્રનો જે ભાગ પૃથ્વી પરથી દેખાતો નથી, તે ભાગની ઇસરોએ 70 કિમી દૂરથી તસવીરો શેર કરી

    • ચંદ્રયાન 3ની સફળતા માટે દેશભરના મંદિરોમાં પૂજા - હવન કરાઈ રહ્યા છે

  • તામિલનું ચંન્દ્રયાન સાથે ખાસ કનેક્શન

    ભારતના અવકાશ કાર્યક્રમ સાથે સંબંધિત મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનનું નેતૃત્વ તમિલનાડુના ત્રણ વૈજ્ઞાનિકોએ કર્યું છે. મયિલસામી અન્નાદુરાઈ, જેને 'ભારતનો મૂન મેન' કહેવામાં આવે છે, તેમણે 2008માં પ્રથમ ચંદ્રયાન મિશનનું નેતૃત્વ કર્યું હતું અને 2019માં એમ વનિતાએ ચંદ્રયાન-2 મિશનનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે એમ વીરમુથુવેલ વર્તમાન ચંદ્રયાન-3 મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે.

  • આ લિન્ક પર લાખો લોકો વેઈટિંગમાં

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • દક્ષિણી ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનશે ભારત
    ચંદ્રયાન 3 ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. જો લેન્ડિંગ સફળ થયું તો ભારત સાઉથ પોલ વિસ્તારમાં પહોંચનારો  પહેલો જ્યારે સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બનશે. ભારત અગાઉ અમેરિકા, રશિયા, ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યા ચે. ઈસરોના આ મહત્વકાંક્ષી મિશનને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે. ચંદ્રયાન-3ની સફળતા માટે દેશભરના મંદિરોમાં પૂજા  અર્ચના અને મસ્જિદોમાં દુઆ માંગવામાં આવી રહી છે. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link