આમ હિન્દુસ્તાન શું છે..આ ખબર પરથી સમજી શકાય છે....
* આમ હિન્દુસ્તાન શું છે..આ ખબર પરથી સમજી શકાય છે....
જનક સુતરિયા/અમદાવાદ : ભારત છે શું ...કોણ છે ભારત? કોણ છે ભારતીયો? જો આ સવાલનો જવાબ મેળવવો હોય તો, તમારે દિલ્લીમાં ચાલતા એક 'બાબા કા ઢાબામાં મળી જશે. જી હા બાબા કા ઢાબામાં. દિલ્હીમાં 1988થી જમવાનું આપતા એક વૃદ્ધનું જીવન બદલાયું ગયુ. એક વિડિયોના કારણે. એક ફુડ બ્લોગરે વિડિયો મુકી દિધો અને ત્યાર પછી તો. આ દાદાને જાત જાતની અને ભાત ભાતની સેવા કરવા લોકો આવી રહ્યા છે. જેમાં એક તો ડોક્ટર આવ્યા તેમને બાબાના દાંતની સમસ્યા વિના મુલ્યે કરવાની વાત કરી. એક વ્યક્તિ તો ખાવાનું બનાવવાના વાસણ લઈને આવી ગયો. એક શિખ વ્યક્તિ અહિંયા બાબાને હજારો રૂપિયા આપીને ચુપચાપ જતો રહે છે. એક મુસ્લીમ વ્યક્તિ અહિંયા સેવા આપવા માટે તત્પર જોવા મળ્યા. તો જાત જાતના ભાત ભાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી મદદ કરી રહ્યા છે. અહિંયા સેવામાં કોઈ નાત નથી, જાત નથી, ના કોઈ ધર્મ છે. માત્ર અને માત્ર છે તો સેવા સેવા અને સેવા, અને આ જ સાચું ભારત છે. જેને જરૂર છે એને મદદ કરો. આજે લોક ડાઉનમાં લાખો લોકોની આવી સ્થિતી સર્જાઈ છે. તો આવા સ્થાનિક વેપારીઓ, જરૂરિયાત મંદ લોકોની મદદ જ ખરા અર્થમાં દેશની મદદ કહેવાશે. અને આજ ગંગા જમુની તહેજીબ છે.
કોણ છે બાબા...
દિલ્હીમાં 1988થી 'બાબા કા ઢાબા' નામે નાના પાયે ફૂડ બિઝનેસ કરતાં એકક વૃદ્ધ દંપત્તિની ઘરાકી લોકડાઉન બાદ તૂટી હતી. પરંતુ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ તેમને ત્યાં બીજી જ સવારે લાંબી લાઇન લાગી હતી અને અનેક ઓર્ડર મળતાં આ વૃદ્ધ દંપત્તિના ચહેરા પર હાસ્ય ફરી ખીલી ઉઠ્યું હતું.
''બાબા કા ઢાબા''ને કાંતા પ્રસાદ અને તેમની પત્ની બાદામી દેવી મળીને ચલાવે છે. સાઉથ દિલ્હીની માલવીય નગરની શિવાલિક કોલોનીમાં હનુમાન મંદિરની સામે બી-બ્લોકમાં સ્થિત આ ઢાબા પર ચા-નાસ્તાથી લઈને લંચ સુધી મળે છે. આ વીડિયો વાયરસ થયા બાદ અને ઢાબા પર એકત્ર થયેલી ગ્રાહકોની ભીડ જોઈને વૃદ્ધ દંપતિ કાંતા પ્રસાદ ખૂબ ખુશ છે. તો બીજી તરફ લોકોનો આભાર માનીને દુઆ આપતા દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પહેલા તેમના ઢાબા અંગે કોઈ પૂછતું પણ નહોતું પરંતુ હવે લાગે છે કે આખું હિન્દુસ્તાન તેમની સાથે છે.
(લેખક જનક સુતરિયા એક પત્રકાર અને વરિષ્ઠ એંકર છે, હાલમાં તેઓ ZEE 24 Kalak સાથે સંકળાયેલા છે અને આ તેમના અંગત મંતવ્યો છે)