નવી દિલ્હી:  મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન 11 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.પિપલાની વિસ્તારના લોકો ગણેશની મોટી પ્રતિમાના વિસર્જન માટે નાના તળવાના ખટલાપુરા ઘાટ પર આવ્યાં હતાં. જ્યાં મૂર્તિનું ક્રેનના સહારે તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સંતુલન ગુમાવતા બોટ પલટી ગઈ હતી. હવે આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બોટમાં કેવી રીતે મૂર્તિ વિસર્જન કરવા માટે લઈ જવાઈ રહી છે. મૂર્તિને પધરાવતાની સાથે જ બોટ પલટી જાય છે અને તેમાં રહેલા યુવાઓ પાણીમાં પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોપાલ: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 5નો બચાવ  


આ નાવમાં સવાર 16 લોકો ડૂબી ગયા હતાં જેમાંથી 5 લોકો તરીને તળાવમાંથી ઘાટ પર આવી ગયાં જ્યારે 11 લોકો ડૂબી ગયાં. સૂચના મળતા જ પોલીસ પ્રશાસન અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. છેલ્લે મળતી માહિતી મુજબ 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ અકસ્માતની તપાસ હાથ ધરાશે. 


જુઓ હચમચાવી નાખે તેવો ઘટનાનો લાઈવ વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...