`હું મોદીનો હનુમાન છું, તેઓ મારા હ્રદયમાં વસે છે, છાતી ચીરીને જોઈ લો`
બિહારના રાજકારણમાં ચૂંટણી ઢૂંકડી છે ત્યારે અનેક ઉથલપાથલ સર્જતા નિવેદનો આવી રહ્યા છે.
નવી દિલ્હી: લોક જનશક્તિ પાર્ટી (LJP) ના અધ્યક્ષ ચિરાગ પાસવાન હાલમાં નીતિશકુમાર (Nitishkumar) વિશે જે નિવેદનો આપ્યા છે તેના કારણે ચર્ચામાં છે. હવે ફરીથી એકવાર તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. તેમણે શનિવારે પીએમ મોદી (PM Narendra Modi) ના ખુબ વખાણ કર્યા અને કહ્યું કે, 'મારો સંકલ્પ છે કે 10 તારીખે બિહારમાં ડબલ એન્જિન સરકાર બને. બિહારમાં ભાજપ (BJP) ના નેતૃત્વમાં ભાજપ-એલજેપીની સરકાર બને એ મારો સંકલ્પ છે.'
હું મોદી સાથે છું અને હંમેશા રહીશ
ચિરાગ પાસવાને (Chirag Paswan) કહ્યું કે, 'હું પીએમ મોદી માટે હનુમાન છું. ચિરાગ પાસવાને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મારે મોદીની તસવીર ક્યાંય લગાવવી નથી કારણ કે તેઓ મારા હ્રદયમાં વસે છે. હું તેમનો હનુમાન છું, મારી છાતી ચીરીને જોઈ લો. મોદી સાથે હતો, છું અને હંમેશા રહીશ.'
ભાજપના નેતાએ ચિરાગ પર લગાવ્યો ભ્રમિત કરનારી રાજનીતિનો આરોપ
અત્રે જણાવવાનું કે ચિરાગ પાસવાનની આ ટિપ્પણી ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના તે નિવેદન બાદ આવી છે જેમાં તેમણે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પર બિહાર ચૂંટણી પ્રચારમાં 'ભ્રમની રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે એલજેપી બિહાર ચૂંટણીમાં કોઈ પ્રભાવ પાડી શકશે નહીં. બિહાર ચૂંટણીમાં એલજેપી ફક્ત એક મત કાપનારી પાર્ટી બનીને રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube