નવી દિલ્હીઃ કાકા પશુપતિ કુમાર પારસ સહિત ઘણા નેતાઓના બળવાનો સામનો કરી રહેલા એલજેપી નેતા ચિરાગ પાસવાને હવે ઇમોશનલ કાર્ડે રમ્યું છે. થોડા દિવસ પહેલા કાકાની હરકતને લઈને તેમણે કહ્યુ હતુ કે પિતાના મોત બાદ તે અનાથ નહતો થયો, પરંતુ કાકાના સાથ છોડ્યા બાદ આવું થયું છે. હવે તેણે બિહારમાં 5 જુલાઈથી આશીર્વાદ યાત્રા કાઢવાની વાત કહી છે. આ દિવસે તેના પિતા રામવિલાસ પાસવાનની જયંતિ પણ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી બળવો કરનાર કાકાને પોતાની શક્તિ દેખાડવા માટે ચિરાગે આ જાહેરાત કરી છે. 


ચિરાગ પાસવાને કહ્યુ, મારા પિતાની જયંતિ 5 જુલાઈએ છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી. તેથી અમે હાજીપુરથી 5 જુલાઈએ આશીર્વાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રા બિહારના તમામ જિલ્લામાં પસાર થશે. અમને લોકોના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને લઈને ચિરાગે કહ્યુ, બેઠકમાં પાર્ટીના મોટાભાગના સભ્યો હાજર હતા. આ સિવાય બધા સભ્યોએ એકમતથી રામવિલાસ પાસવાનને ભારત રત્ન સન્માન આપવાની માંગ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube