પટનાઃ રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીમાં તિરાડ પડી છે અને પાર્ટીના વિદ્રોહી નેતાઓએ બંડ પોકારીને એક અલગ પાર્ટી એલજેપી સેક્યુલર નામની રચના કરી છે. આ નવી પાર્ટીમાં એલજેપીના પૂર્વ સાંસદ સહિત રાષ્ટ્રીય મહામંત્રી સુધીના જોડાયા છે. પાર્ટીના વિદ્રોહી નેતાઓનું નેતૃત્વ મુખ્ય રાષ્ટ્રીય મહામંત્રી સત્યાનંદ શર્માએ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાનને એક મોટો ફટકો પડ્યો છે. તેમની પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સત્યાનંદ શર્માએ પાર્ટીમાંથી બંડ પોકારીને એક એલગ એલજેપી સેક્યુલર પાર્ટીની રચના કરી છે. સત્યાનંદ શર્મા સહીત એલજેપીના 116 પદાધિકારીઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યો છે.


મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી બનાવવા શિવસેનાની માગઃ રિપોર્ટ


શર્માએ આરોપ લગાવ્યો કે, પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા લોકોને સતત નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. માત્ર પરિવારના સભ્યોને જ પાર્ટીમાં મહત્વ આપવામાં આવે છે. 


ઉલ્લેખનીય છે કે, એલજેપીએ લોકસભા ચૂંટણી 2019માં 6 સીટ પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તમામ સીટ પર વિજય મેળવ્યો હતો. તમામ સીટ પર રામવિલાસ પાસવાનના પરિવારના લોકો જ ઊભા રહ્યા હતા. રામવિલાસ પાસવાને પોતાની પરંપરાગત સીટ હાજીપુરથી પોતાના ભાઈને જ્યારે જમુઈ સીટ પર પુત્ર ચિરાગ પાસવાનને ટિકિટ આપી હતી. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....