બિહાર ચૂંટણી: LJP એ પ્રથમ ફેજના 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, BJP માંથી આવેલા નેતાઓનો પણ સમાવેશ
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ની પ્રથમ ફેજ માટે એલજેપી (LJP) એ 42 સીટોની યાદી જાહેર કરી છે. બુધવારે મોડીરાત્રે હોસ્પિટલથી આવીને ચિરાગ પાસવાન (Chirag Paswan) એ તમામ નામોને ફાઇનલ કર્યા છે.
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ની પ્રથમ ફેજ માટે એલજેપી (LJP) એ 42 સીટોની યાદી જાહેર કરી છે. બુધવારે મોડીરાત્રે હોસ્પિટલથી આવીને ચિરાગ પાસવાન (Chirag Paswan) એ તમામ નામોને ફાઇનલ કર્યા છે. તો બીજી તરફ યાદીમાં 20 ટકાથી વધુ મહિલાઓને એલજેપી ટિકીટ આપી છે.
પાર્ટીના મોટાભાગના જિલ્લા અધ્યક્ષોએ ટિકીટ આપવામાં આવે છે. સાથે જ ભાજપ-જેડીયૂના પણ ઘણા મોટા નેતઓને ટિકીટ આપવામાં આવી છે. એલજેપીએ શેખપુરા સીટ પરથી ઇમામ ગલાજી, ડુમરાવથી અખિલેશ કુમાર સિંહ, કરગહરથી રાકેશ કુમાર સિંહ, બેલહરથી અર્ચના ઉર્ફે બેબી યાદવ, સિકંદરાથી રવિશંકર પાસવાન, ચેનારીથી ચંદ્રશેખર પાસવાન, ઝાઝાથી રવિન્દ્ર યાદવ અને તારાપુરથી મીના દેવી, કુટુમ્બા (અઝા) સીટ પરથી સરૂણ પાસવાન, બરબીઘાથી ડો. મધુકર કુમારને એલજેપીએ મેદાનમાં ઉતાર્યા છે.
તો બીજી તરફ અમરપુરથી ડો મૃણાલ શેખર, ચકાઇથી સંજય કુમાર મંડળ, સંદેશથી શ્વેતા સિંહ, બારચટ્ટી (અજા)થી શ્રીમતિ રેણુકા દેવી, ગોવિંદપુરથી રણજીત યાદવ ઉર્ફે રણજીત પ્રસાદ, નવાદાથી શશિભૂષણ કુમાર, મોકામાથી સુરેશ સિંહ નિષાદ, સૂર્યગઢાથી રવિશંકર પ્રસાદ સિંહ ઉર્ફે અશોક સિંહ, મસુઢી (અજા)થી પરશુરામ કુમાર અને રફીગંજથી મનોજ કુમાર સિંહને ટિકીટ આપવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે બિહારમાં એલજેપીએ એનડીએથી અલગ થઇને 143 સીટો પર પોતાના ઉમેદવારોને ઉતારવાનો નિર્ણય કર્યો છે. ચિરાગ પાસવાને ટ્વિટ કરતાં કહ્યું કે લોક જનશક્તિ પાર્ટીના તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બિહારના આગામી ભવિષ્ય માટે તમારા બધાનું જીતવું જરૂરી છે. જેડીયૂને વોટ આપવાનો અર્થ બિહારને બરબાદ કરવું. પપ્પાની તબિયત વધુ ખરાબ હોવાથી તમારી વચ્ચે આવી શકતા નથી. પપ્પાનું સ્વાસ્થ્ય સારું થતાં અજ તમારી વચ્ચે રહીશ. તમને બધાને જીત માટે એડવાન્સમાં શુભેચ્છા.
એલજેપીએ ભાજપમાંથી પાર્ટીમાં જોડાયેલા 6 નેતાઓને વિધાનસભાની ચૂંટણીની ટિકીટ આપી છે. તેમાં દીનારાથી રાજેન્દ્ર સિંહ, સાસારામથી રામેશ્વર ચોરાસિયા, જહાનાબાદથી ઇંદુ દેવી કશ્યપ, ઝાઝાથી રવિન્દ્ર યાદવ, અમરપુરથી મૃણાલ શેખર અને ઉષા વિદ્યાર્થીઓને પાલીગંજથી ટિકીટ આપવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube