નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પહેલા દિવસે આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં રાજકારણ, અર્થવ્યવસ્થા અને ખેડૂતોની સમસ્યાઓ પર ખુલીને ચર્ચા કરી. ખેડૂતોના કરજમાફીના સવાલ પર તેમણે કોંગ્રેસને ઘેરામાં લઈને અનેક પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે કરજમાફીથી ખેડૂતોનું ભલું થવાનું નથી ઉલ્ટું ખેડૂતોના કરજમાફીના નામે રાજકારણ જરૂર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ઉલ્ટો સવાલ કર્યો કે ખેડૂતોને દેવા કેમ થાય છે, સ્થિતિ એવી બનવી જોઈએ કે ખેડૂતોએ દેવું કરવાની જરૂર જ ન પડે. પાક વધુ થાય છે. એવી વ્યવસ્થા થવી જોઈએ કે ખેડૂતોને દેવું કરવાનો સમય ન આવે. 


પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે તમામ ખેડૂતોના દેવા માફ નથી કર્યાં. કરજમાફીથી ખેડૂતોના જીવન સુધરવાના નથી. તેમણે  કહ્યું કે વારંવાર દેવામાફી બાદ પણ ખેડૂતોની હાલત સુધરી નથી. ખેડૂતોને મજબુત બનાવીને તેમનું જીવન સુધારવું પડશે. 


PM મોદીનું રામ મંદિરના નિર્માણ પર નિવેદન એ 1989ના ભાજપના પ્રસ્તાવ મુજબ: RSS


પીએમ મોદીએ  કહ્યું કે મોટાભાગના ખેડૂતો શાહૂકાર પાસેથી કરજ લે છે. ખેડૂતો જે કારણથી દેવું કરે છે તેને દૂર કરવું પડશે. ખેડૂતોને સારું બિયારણ જોઈએ. સમય પર પાણી જોઈએ. ખેડૂતો દેવું કેમ કરે છે, આ કારણને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે ખેડૂતો 2ની જગ્યાએ 3 પાક લે છે. બંપર પાક થઈ રહ્યો છે. અમારી સરકારે ટ્રાન્સપોર્ટેશન, કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસની જાળ બિછાવવાનું કામ કર્યું છે. જેથી કરીને ખેડૂતોની ઉપજ સમયસર બજાર સુધી પહોંચી શકે. તેમણે કહ્યું કે હવે ખેડૂતો ખેતરમાંથી પાક જ લઈ રહ્યાં છે એવું નથી, તેઓ વીજળી પણ પેદા કરી રહ્યાં છે. ખેડૂતો પોતાના ખેતરમાં સોલર પેનલનો ઉપયોગ કરે.


તેમણે કહ્યું કે અમે ખર્ચ ઓછો કર્યો છે, ટેકાના ભાવમાં વધારો કર્યો છે. જો આ વ્યવસ્થાને પહેલા લાગુ કરાઈ હોત તો આમ ન બન્યું હોત પરંતુ કરજમાફી થઈ રહી છે જેનાથી ચૂંટણીમાં ફાયદો થાય. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે સિંચાઈ વ્યવસ્થામાં સુધાર કરીને ખેતરોમાં પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...