ટ્રક ચાલક કહેતા રહ્યો હું કાશ્મીરી છું, છતા પ્રદર્શનકર્તાઓએ લઇ લીધો જીવ
અનંતનાગમાંથી પસાર થઇ રહેલા એક ટ્રકને સુરક્ષાદળની ગાડી સમજીને સ્થાનિકોએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો
શ્રીનગર : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં લોકોના પથ્થરમારામાં સ્થાનીક ટ્રક ચાલકનાં મોત થઇ ચુક્યા છે. આ ઘટના દક્ષિણ કાશ્મીરમાં બની છે. આ મુદ્દે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અનંતનાગ (Anantnag) માંથી એક ટ્રક પસાર થઇ રહી હતી, પ્રદર્શનકર્તાઓ સમજ્યા કે તે સુરક્ષાદળની ગાડી છે, ત્યાર બાદ તેમણે તેમના પર પથ્થરમારો ચાલુ કરી દીધો. આ પથ્થરમારામાં સ્થાનીક ટ્રક ચાલકનો જીવ ગયો હતો. ટ્રક ચાલકનાં માથામાં ઇજા થયા બાદ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
રાહુલ ગાંધીને રાજ્યપાલનો સણસણતો તમાચો: મારા નિમંત્રણને વેપાર સમજી બેઠા?
દક્ષિણ કાશ્મીર (south Kashmir) ના અનંતનાગ જિલ્લામાં ટ્રક પર થયેલા પથ્થરમારામાં ચાલકનો જીવ જવા મુદ્દે બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, અનંતનાગમાં બિજબેહરા વિસ્તારનાં જરીદપોરાથી ટ્રક ચાલક (Truck Driver) ની હત્યા મુદ્દે બે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ છ અન્ય લોકોને પુછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ઇમરાન ખાનની લુખ્ખી ધમકી, અમે કાશ્મીર માટે પરમાણુ યુદ્ધની હદ સુધી પણ જઇશું
પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી, CBI કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા, કાલે મેડિકલ ચેકઅપ
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રવિવારે સાંજે પ્રદર્શનકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં કાશ્મીરી ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે, નૂર મોહમ્મદ ડાર (42) જિલ્લાનાં જરદીપુરા ઉરાનહાલ વિસ્તારનો રહેવાસી હતો અને ઘટનાને સમયે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.
શું છે જી7? શા માટે ચીન અને રશિયાને પણ આ ક્લબમાં સ્થાન નથી?
પ્રદર્શનકર્તાઓએ ટ્રકને ભુલથી સુરક્ષાદળોનું વાહન સમજીને તેના પર પથ્થરમારો કરી દીધો. ડ્રાઇવરના માથામાં ઇજા થયા બાદ હોસ્પિટલ લઇ જવાયો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેરાત કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં શ્રીનગરમાં થયેલા પથ્થરમારામાં 11 વર્ષીય યુવતીની આંખમાં ઇજા થઇ હતી.