નોઇડામાં ઇમારત ધરાશાયી : ધારાસભ્યથી લઇને કલેકટરને કરી રજૂઆત પણ છેવટે ન થવાનું જ થયું...
સ્થાનિક લોકોનું કહેવું છે કે બિન અધિકૃત રીતે બની રહેલી આ બિલ્ડીંગ વિરૂધ્ધ કાર્યવાહી કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતું અધિકારીઓએ કોઇ દરકાર જ લીધી ન હતી.
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઇડાા શાહબેરી ગામમાં મંગળવારે રાતે બે ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. હજુ આ કાટમાળમાં 50 જેટલા લોકો દબાયા હોવાનું કહેવાય છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ ઇમારત ગેરકાયદેસર રીતે કોઇ નકશો મંજૂર કરાવ્યા વિના જ બનાવાઇ રહ્યાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે બિલ્ડર ગૌરીશંકર દૂબે સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
VIDEO ગ્રેટર નોઈડામાં 2 ઈમારતો ધરાશયી થતા 3ના મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા
મંગળવારે રાતે થયેલી ર્દુઘટના બાદ એનડીઆરએફની ચાર ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાઇ છે. કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે. જોકે જાણકારી મુજબ 100 રેસ્ક્યૂ કર્મચારીઓ સ્ટીલ કટર્સ અને હેવી મશીનનો ઉપયોગ કરી કામગીરી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૌતમ બુધ્ધ નગર જિલ્લાના મેજીસ્ટ્રેટ અને પોલીસને આદેશ આપ્યા છે કે તે એનડીઆરએફ ટીમ સાથે રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે.