નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર થયેલા હુમલામાં 40 બહાદુર જવાનો શહીદ થયાં. આ હુમલાનો મુખ્ય કાવતરાખોર આતંકી અબ્દુલ રાશીદ ગાઝી પુલવામા કે ત્રાલના જંગલોમાં હોવાની જાણકારી મળી છે. જે મુજબ આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ કરી  લેવાયું છે. કહેવાય છે કે આતંકી અબ્દુલ રાશીદ ગાઝીને જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે મોકલ્યો હતો. સુરક્ષા દળો હવે તેની શોધમાં લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે એજન્સીઓને પુલવામા આતંકી હુમલાના એક મહિના પહેલા જાણકારી મળી હતી કે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ કોઈ મોટા હુમલાની  ફીરાકમાં છે. પરંતુ એજન્સીઓ એ હુમલા અંગે જાણકારી મેળવવા નિષ્ફળ રહી. જૈશ એ મોહમ્મદમાં સામેલ થયેલા લગભગ 70 આતંકીઓમાંથી આદિલ અહેમદ ડાર સી કેટેગરીનો આતંકી હતો. ડારે જ ગુરુવારે સીઆરપીએફના કાફલામાં સામેલ વાહનને વિસ્ફોટકો ભરેલી કારથી અથડાવીને આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. 


2014માં સરકારે એક નિયમ બદલ્યો અને શહીદ થઈ ગયા CRPFના 40 જવાનો? 


પોલીસે જણાવ્યું કે ડાર 2018માં જૈશ એ મોહમ્મદમાં સામેલ થયો હતો. તે ત્યારથી જ ઘાટીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની  ફિરાકમાં હતો. સુરક્ષાદળોનું કહેવું છે કે આદિલને થોડા દિવસો અગાઉ એક ઓપરેશન દરમિયાન ઘેરી લેવાયો હતો પરંતુ તે કોઈ કારણસર  બચી નીકળ્યો. ડારે આ વીડિયોમાં એલાન કરતા સરકાર પ્રત્યે પોતાની નફરત દર્શાવી હતી. તેમાં તેણે બાબરી મસ્જિદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. વીડિયોથી સ્પષ્ટ થાય છે કે આ હુમલા પહેલા તેનું કઈ હદે બ્રેઈન વોશ કરવામાં આવ્યું હતું. 


રાજનાથની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ પણ થશે સામેલ


હુમલા બાદ જૈશ એ મોહમ્મદે આદિલનો એક વીડિયો પણ જારી કર્યો હતો. કહેવાય છે કે આત્મઘાતી હુમલા અગાઉ આ વીડિયો શૂટ કરાયો હતો. વીડિયોમાં આદિલની પાછળ જૈશ એ મોહમ્મદના બેનર જોવા મળે છે. જેમાં તે તમામ હથિયારોથી લેસ છે. હુમલા બાદ જૈશના પ્રવક્તા મોહમ્મદ હસને દાવો કર્યો કે આ હુમલામાં સેનાના અનેક વાહનો નષ્ટ કરાયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...