નવી દિલ્હી: લોકડાઉન 2.0 ખતમ થાય તેના બે દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે શુક્રવારે લોકડાઉન બે અઠવાડિયા માટે આગળ વધારી દીધુ છે. જો કે આ સાથે અનેક છૂટછાટ પણ આપી છે. દેશને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. આ દરમિયાન રેડ ઝોનમાં પણ કંપનીઓ તો ખુલશે, ફક્ત સંક્રમણ ઝોન(Containment zone)માં તમામ પ્રકારના પ્રતિબંધો લાગુ રહેશે. એટલું જ નહીં રાતના 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધિઓની મંજૂરી નથી. 10 વર્ષથી નાના બાળકો, વૃદ્ધો કે જેમને પહેલેથી કોઈ બીમારી છે તેમને કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જો રાજ્યો ચાહે તો તેમને જ્યાં ઠીક લાગે, ત્યાં પ્રતિબંધ વધારી શકે છે. પરંતુ કેન્દ્ર સરકારે જે નક્કી કર્યું છે તેમાં છૂટછાટ આપી શકશે નહીં. આ બધા વચ્ચે લોકોમાં હજુ પણ કન્ફ્યૂઝન છે કે ક્યાં શું ખુલશે અને શેના પર પ્રતિબંધ રહેશે?...આવો જાણીએ વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં 319 જિલ્લાઓ ગ્રીન ઝોન જ્યારે 130 જિલ્લા રેડ ઝોનમાં
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ 3 મે બાદ 130 જિલ્લાઓ રેડ, 284 જિલ્લાઓ ઓરેન્જ અને 319 જિલ્લાઓ ગ્રીન ઝોનની યાદીમાં સામેલ છે. દેશના મોટા શહેરોમાં સામેલ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લુરુ, અમદાવાદ રેડ ઝોનમાં છે. આ બધી જગ્યાએ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 


મુસાફરી અને શાળા કોલેજોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં હવાઈ મુસાફરી, રેલવે, મેટ્રો, રોડ માર્ગે આંતરરાજ્ય પરવહન ઉપરાંત શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત કોચિંગ ક્લાસ, રેસ્ટોરન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો અને લોકોના એક જગ્યા પર ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.


રેડ ઝોન:


શું રહેશે ખુલ્લુ?

- રેડ ઝોનમાં કોઈ પણ ટેક્સી નહીં દોડે પરંતુ પ્રાઈવેટ ગાડીઓ માટે મંજૂરી છે. જેમાં ડ્રાઈવર ઉપરાંત બે લોકો સવાર થઈ શકે છે. જ્યારે બાઈક પર એક જ વ્યક્તિને જવાની છૂટ છે. 
- વિશેષ આર્થિક ક્ષેત્રો, એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ્સ, ઔદ્યોગિક એસ્ટેટ, અને ઔદ્યોગિક ટાઉનશિપ સહિત શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગતિવિધિઓને મંજૂરી અપાઈ છે. 
- શહેરી વિસ્તારોમાં નિર્માણ ગતિવિધિને મંજૂરી અપાઈ છે. શરત એ છે કે મજૂરો ત્યાં રહેતા હોય અને બહારથી ન આવતા હોય. રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે. શહેરની તમામ બિનજરૂરી વસ્તુઓ માટે મોલ્સ, બજારો અને બજાર પરિસરો ખોલવાની મંજૂરી નથી. પરંતુ કોલોનીઓમાં એકલદોકલ દુકાન ખોલી શકાય છે. જ્યાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ નહીં રહે. 
- રેડ ઝોનમાં માત્ર જરૂરી વસ્તુઓ માટે ઈ કોમર્સ ગતિવિધિઓની મંજૂરી છે.
- પ્રાઈવેટ ઓફિસો એક તૃતિયાંશ કર્મચારીઓ સાથે ખોલી શકાય છે. બાકીના બે તૃતિયાંશ કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે છે. તમામ સરકારી કાર્યાલયોમાં ઉપસચિવ સ્તરથી ઉપરના 100 ટકા અધિકારીઓ કામ કરશે અને બાકીના કર્ચમારીઓ બસ એક તૃતિયાંશ ઓફિસમાં આવી શકશે. 
- રેડ ઝોનમાં મોટાભાગે વાણિજ્ય તથા ખાનગી પ્રતિષ્ઠાનોને મંજૂરી અપાઈ છે. જેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, આઈટી અને તે સંબંધિત યુનિટ્સ, ડેટા અને કોલ સેન્ટર, રેફ્રિજરેશન સ્ટોર અને વેરહાઉસ સેવાઓ, ખાનગી સુરક્ષા વગેરે સામેલ છે. 


શેના પર રહેશે પ્રતિબંધ?

- કન્ટેનમેન્ટ ઝોનમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ.
- સલૂન, સ્પા અને બ્યૂટી પાર્લર ખોલવા પર પ્રતિબંધ
- રેડ ઝોન જાહેર કરાયેલા જિલ્લાઓમાં સાઈકલ રિક્ષા, ઓટો રિક્ષા અને કેબ સંચાલન, બસો પર પ્રતિબંધ રહેશે.
- હવાઈ મુસાફરી, મેટ્રો, રેલવે અને રોડ માર્ગે આંતરરાજ્ય અવરજવર.
- શાળા અને કોલેજો, કોચિંગ અને ટ્રેનિંગ સેન્ટર.
- મોલ, સિનેમા હોલ, જીમ જેથી કરીને લોકોની ભીડ ભેગી ન થાય. 
- મંદિરો, મસ્જિદ, ચર્ચ સહિતના પૂજાના સ્થળો.
- ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક અને ખેલકૂદના જમાવડા પર રોક.
- સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી બિનજરૂરી કામગીરીઓ માટે બહાર જવા પર પ્રતિબંધ. 
- 10 વર્ષથી નાના બાળકો, 65 વર્ષથી ઉપરના વડીલો અને ગર્ભવતી મહિલાઓને યોગ્ય કારણ વગર બહાર જવા પર પ્રતિબંધ. 


ઓરેન્જ ઝોન


શું રહેશે ખુલ્લું?


- ઓરેન્જ ઝોનમાં દવાની દુકાનો ખુલ્લી રહેશે. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જરૂરી છે. 
- આ ઝોનમાં રેડ ઝોનની માન્ય ગતિવિધિઓ ઉપરાંત ટેક્સીઓ, કેબ વગેરેને મંજૂરી રહેશે જેમાં એક ડ્રાઈવર અને માત્ર એક સવારી રહેશે. 
- છૂટ મળેલી સેવાઓમાં સામેલ લોકો અને વ્હીકલને જિલ્લાની બહાર અવરજવર કરવાની મંજૂરી.
- ચાર પૈડાના વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર બે પેસેન્જરને બેસવાની મંજૂરી, બાઈક પર એક જ વ્યક્તિને મંજૂરી. 


શેના પર પ્રતિબંધ?


- સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી તમામ પ્રકારની બિનજરૂરી મુસાફરી કે અવરજવર પર પ્રતિબંધ.
- સ્થાનિક પ્રશાસન લોકોની અવરજવર પર રોક લગાવવા માટે સીઆરપીસીની કલમ 144 હેઠળ કરફ્યૂની જાહેરાત પણ કરી શકે છે. 
- ઓરેન્જ ઝોનમાં ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી વયના વડીલો અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોએ ઘરમાં રહેવું પડશે. 
- હવાઈ મુસાફરી, રેલવે મુસાફરી, મેટ્રો અને રોડ માર્ગે પ્રવાસ બંધ. આંતરરાજ્ય પરિવહનની સાથે સાથે શાળાઓ, કોલેજ  અને શૈક્ષણિક સંસ્થાઓું સંચાલન પણ બંધ રહેશે. 
- કોચિંગ સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, હોટલ, પૂજાસ્થળો અને લોકોના એક જગ્યા પર ભેગા થવા પર પ્રતિબંધ.
- શાળા અને કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ, સંચાલન બંધ


ગ્રીન ઝોન


શું રહેશે ખુલ્લું?

- દારૂની દુકાનો, પાનની દુકાનો ખોલવાની મંજૂરી રહેશે પરંતુ ઓછામાં ઓછા 6 ફૂટના અંતરના નિયમનું પાલન કરવું પડશે. જેમના પર પ્રતિબંધ નથી મૂકાયો તે તમામ ગતિવિધિ થઈ શકશે. રાજ્ય સરકાર સ્થિતિનું આકલન કરીને મંજૂરી આપી શકે છે. મોહલ્લા પાડોશની દુકાનો, રહેણાંક કોલોનીની દુકાનો ખુલી શકશે. જેમાં જરૂરી અને બિનજરૂરી બંને પ્રકારની દુકાનો સામેલ રહેશે. જો કે મોલ, માર્કેટ, કોમ્પલેક્ષ વગેરે ખોલવાની મંજૂરી નથી. 
- ગ્રીન ઝોનમાં સાઈકલ અને ઓટો રિક્ષાઓ ચાલી શકશે, ટેક્સી અને કેબ પણ બુક થઈ શકશે. પરંતુ તેમાં ડ્રાઈવર ઉપરાંત એક જ વ્યક્તિ બેસી શકે છે. એક જિલ્લાથી બીજા જિલ્લાની અંદર બસ જઈ શકશે. પરંતુ તેમાં 50 ટકા લોકોને જ બેસવાની મંજૂરી રહેશે. પોત પોતાના વાહનોમાં શરતી અવરજવરની છૂટ. કારમાં ડ્રાઈવર ઉપરાંત ફક્ત બે સવારીની છૂટ. દ્વિચક્કી વાહનો પર માત્ર ડ્રાઈવ કરનાર વ્યક્તિ. 
- ખેતી સંબંધિત તમામ કામોને છૂટ રહેશે. આઈટી સર્વિસ, કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસ, પ્રાઈવેટ સિક્યુરિટી સર્વિસ. નાના મોટા કામ કરનારાઓ જેમ કે ઈલેક્ટ્રીશિયન, મોટર મિકેનિક વગેરેને બોલાવી શકશો. આ સાથે હોસ્પિટલોની ઓપીડી સર્વિસ અને મેડિકલ ક્લિનિક શરૂ કરી શકશો. 
- પ્રાઈવેટ ઓફિસો 33 ટકા સ્ટાફ સાથે ઓફિસમાં કામ કરવા લોકોને બોલાવી શકે છે. બાકીના સ્ટાફ પાસે ઘરેથી કામ કરાવવાનું રહેશે. કૂરિયર અને પોસ્ટલ સર્વિસ ચાલુ થઈ શકશે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ચાલુ રહેશે. 
- ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામ સંલગ્ન કામમાં છૂટ. મનરેગા, ઈંટના ભઠ્ઠા સામેલ. શહેરી વિસ્તારોમાં બાંધકામ ફક્ત એવી જ જગ્યાઓ પર છૂટ કે જ્યાં મજૂરો બહારથી ન લાવવા પડે. જરૂરી સામાન બનાવનારી ઈન્ડસ્ટ્રી (દવાઓ, મેડિકલ ડિવાઈસ, આઈટી હાર્ડવેર વગેરે)ને છૂટ. 
- તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ તમામ પ્રકારના માલવાહક અને ખાલી ટ્રકોને અવરજવરની મંજૂરી આપી શકાશે. કોઈ પણ રાજ્ય કાર્ગો સામાન લઈ જઈ રહેલા વાહનને રોકી શકશે નહીં. જેમને ગૃહ મંત્રાલયે પહેલેથી મંજૂરી આપેલી છે તેમણે નવી મંજૂરી લેવાની નહીં રહે. આ માટે કોઈ સ્પેશિયલ પાસની પણ જરૂર નથી. 


શેના પર પ્રતિબંધ
(ગ્રીન ઝોન સહિત તમામ ઝોનમાં આ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે...)


- હવાઈ મુસાફરી, મેટ્રો, રેલવે અને રોડ માર્ગે આંતરરાજ્ય અવરજવર.
- શાળા અને કોલેજો, કોચિંગ અને ટ્રેનિંગ સેન્ટર.
- મોલ, સિનેમા હોલ, જીમ જેથી કરીને લોકોની ભીડ ભેગી ન થાય. 
- મંદિરો, મસ્જિદ, ચર્ચ સહિતના પૂજાના સ્થળો.
- ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક અને ખેલકૂદના જમાવડા પર રોક.
- સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી બિનજરૂરી કામગીરીઓ માટે બહાર જવા પર પ્રતિબંધ. 
- 10 વર્ષથી નાના બાળકો, 65 વર્ષથી ઉપરના વડીલો અને ગર્ભવતી મહિલાઓને યોગ્ય કારણ વગર બહાર જવા પર પ્રતિબંધ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube