ત્રીચી :  મહારાષ્ટ્ર બાદ હવે દક્ષિણી રાજ્ય તમિલનાડુ દ્વારા પણ લોકડાઉનને 31 મે સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. બંન્ને રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનાં 3 તબક્કા પુર્ણ થઇ ચુક્યા છે. ત્યાર બાદ કેન્દ્ર સરકાર આજે લોકડાઉનના અંતિમ દિવસે લોકડાઉન 4નાં પ્રાવધાનો અને નિયમોની જાહેરાત કરવા જઇ રહ્યા છે. તે અગાઉ મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉનને 31 મે સુધી યથાવત્ત રાખવાની જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર સરકારે કરી લૉકડાઉન-4ની જાહેરાત, 31 મે સુધી યથાવત રહેશે પ્રતિબંધો


અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુાં બીજા રાજ્યોની તુલનાએ વધારે દર્દીઓ સામે આવી રહ્યા છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 10 હજાર પાર કરી ચુકી છે. સ્વાસ્થય મંત્રાલયના હાલના આંકડાઓ અનુસાર તમિલનાડુમાં હાલ કોરોનાના કુલ સંક્રમણ કેસ 10585 છે. અહીં 3538 દર્દીઓ સારવાર બાદ સાજા થઇ ચુક્યા છે, જ્યારે સારવાર દરમિયાન 74 દર્દીઓનાં મોત થઇ ચુક્યા છે. 


રસ્તા પર મજૂરઃ સોનિયા અને રાહુલ ગાંધી પર નાણામંત્રીએ કર્યો હુમલો- રાજનીતિ નહીં જવાબદારી સમજો
તમિલનાડુ સરકારે રાજ્યનાં 25 જિલ્લાઓને વિશેષ રાહત આપી છે. તેમાંથી કેટલાક જિલ્લાઓ કોઇમ્બતુર, સલેમ, વેલ્લોર, નીલગીરી, કન્યાકુમારી, ત્રિચી, ઇરોડ, કૃષ્ણાનગરી, મદુરાઇ વગેરેનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં લોકડાઉન વધારવાની સાથે સાથે રાજ્ય સરકારે કેટલીક રાહતો પણ આપી છે. 


જમ્મૂના ડોડામાં આતંકીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ, 2 આતંકીઓ ઠાર
- હવે જિલ્લા અંદર ગમે ત્યાં હરી ફરી શકાશે. પણ બીજા જિલ્લામાં નહી જઇ શકાય
- એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે ઇ પાસની જરૂર રહેશે. 
- સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ માત્ર જરૂરી કામ હોય તો જ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, જેથી સંક્રમણની શક્યતા ઘટે
- પ્રાઇવેટ બસમાં માત્ર 20 લોકો જ જઇ શકે છે. મોટી વાનમાં 7 લોકોને જવાની પરવાનગી હશે, જ્યારે ઇનોવા જેવી કારમાં 3 લોકો જ્યારે નાની કારમાં માત્ર 2 લોકો જ જઇ શકશે. 
- સરકારે જે 25 જિલ્લાઓને રાહત આપી છે ત્યાં ટેક્સી ચાલી શકશે પરંતુ તે જિલ્લાની અંદર જ ચાલશે.
- મનરેગા પ્રોજેક્ટમાં 100 ટકા ક્ષમતા સાથે કામગીરી થશે. 
- ચેન્નાઇ છોડીને જે ફેક્ટરીઓમાં 100થી ઓછા મજુરો કામ કરે છે ત્યાં 100 ટકા ક્ષમતા સાથે કામ કરાવી પરવાનગી હશે. જ્યાંથી 100થી વધારે મજુર કામ કરે છે ત્યાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરી શકાશે. 



પુણેની ફાર્મા કંપનીનો દાવો- 2200માંથી 3 દવાઓ કોરોનાની સારવારમાં ઉપયોગી
તમામ પ્રકારનાં ધાર્મિક સ્થળો રહેશે બંધ
તમિલનાડુમાં પુજા અને ઇબાદત સ્થળ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ યથાવત્ત રહેશે. આ ઉપરાંત જીમ, બીચ, પાર્ક, સ્વીમિંગ પુલ, ઓડિોરિયરમ પણ બંધ રહેશે. સામાન્ય રેલ સેવા પણ નહી ચાલે. સરકાર દ્વારા અપાયેલા આદેશ ઉપરાંતની પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ , સ્કુલ અને કોલેજ બસો પણ રહેશે બંધ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર