નવી દિલ્હી: કોરોના સંક્ટને લઇ લોકડાઉનના પાંચમાં તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાઉન-5.0ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં મનકી બાત કરી શકે છે. લાકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોના પ્રભાવિત 11 શહેરો સિવાય દેશમાં રાહતની મર્યાદા વધારવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પ્રવાસી મજૂરોની દુર્દશા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, સરકાર પાસે માંગ્યો જવાબ


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લોકડાઉનના પાંચમાં તબક્કામાં 11 શહેરો પર ધ્યાન કેન્દ્રી કરવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ, પુણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સૂરત અને કોલકાતા સામેલ છે. આ શહેરોમાં 70 ટકાથી વધારે કોરોના કેસ છે. માત્ર પાંચ શહેરો (અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા, મુંબઈ)માં તો આંકડો 60 ટકાને પાર છે.


આ પણ વાંચો:- 'અમે જ સરકારને લોકોને વિદેશથી પાછા લાવવા માટે કહ્યું હતું'


લોકડાઉનના પાંચમાં તબક્કામાં કેન્દ્ર તરફથી ધાર્મિક સ્થળને ખોલવાની છૂટછાટ આપવામાં આવી શકે છે. પરંતુ નિયમ અને શરતો લાગુ કરવામાં આવશે. ધાર્મિક સ્થળ પર કોઈપણ મેળો અથવા મહોત્સવ ઉજવવાની છૂટછાટ આપવામાં આવશે નહીં. સાથે જ મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા નહીં દેવામાં આવે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ ફરજીયાત રહશે.


આ પણ વાંચો:- વધુ એક સફળતા! તેજસની બીજી સ્ક્વોડ્રન તૈયાર, જે કહેવાય છે 'ફ્લાઈંગ બુલેટ્સ'


લોકડાઉન 5.0 દરમિયાન માત્ર કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાય તમામ ઝોનમાં હેર સલૂન અને જિમને ખોલવાની પરવાનગી આપવામાં આવી શકે છે. જો કે, આ તબક્કામાં સ્કૂલ, કોલેજ-યુનિવર્સિટીને ખોલવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સાથે જ મોલ અને મલ્ટીપ્લેક્સને પણ બંધ રાખવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદનો પલટવાર, કહ્યું-'તેમનું તો કોંગ્રેસની સરકારો પણ સાંભળતી નથી'


પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉન 5.0માં લગ્ન અને અંતિમ સંસ્કારમાં થોડા લોકો જ સામેલ થવાની છૂટછાટ આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, લોકડાઉનના પાંચમો તબક્કો બે અઠવાડીયા માટે લાગુ કરવામાં આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube