પટના : લોકડાઉન Lockdown માં દબંગોએ પોતાનો ગુમાવ્યો અને બિહારની રાજધાની પટનામાં કલાકો સુધી ખૂનની હોળી રમીને ચારથી વધારે લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ આખો મામલો પટનાના જક્કનપૂર થાણા ક્ષેત્ર સ્થિત પૂરંદરપૂર પોસ્ટ નજીકનો છે. જ્યાં ગુરુવારે રાતે દસ વાગ્યાની આસપાસ શરાબના નશામાં દબંગોએ રાહદારીઓને કારણ વગર દોડાવીને લાકડીનો માર માર્યો હતો. એટલું જ નહી પણ આ લોકો તેમના પર ચાકું વડે હૂમલો કરીને તેમને ઘાયલ પણ કર્યા હતા. ઘટનાની જાણ થતા જ બચાવ કરવા આવેલા પરીવારજનોને મારીને લોહીલૂહાણ કરી નાખ્યા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનમાં ઘાયલ પીડિત યુવકોએ જણાવ્યું કે દારૂના નશામાં ધૂત દબંગોએ કારણ વગર અંધાધૂંધ લાકડી-ડંડાથી અને ચાકુંથી હૂમલો કર્યો હતો. વચ્ચે બચાવા આવનાર બીજા પરીવારજનોને મારીને ગંભીર રૂપથી ઘાયલ કરીને પોકેટના પૈસા પણ લઈ લીધા હતા. 


ઘટનાની જાણ થતા જ દલબલ સાથે જક્કનપૂર પોલિસને જોતા જ આ લોકો ત્યાથી ભાગી નીકળ્યા હતા. ત્યાં, થાણાં અધ્યક્ષ મૂકેશ વર્માનું કહેવું છે કે કાયદો બધા માટે એક જ છે. કાયદાને હાથમાં લેનારને છોડવામાં આવશે. નહી. અત્યારે બધા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં છે. તેમની જૂબાનીના આધારે દોષિતોની સામે આગળ કાર્યવાહી કરવામાં આવશે. 


હવે જોવાનું એ રહેશે કે પટના પોલિશ કેટલી જલ્દી ફરાર રહેલા આરોપિઓની ધરપકડ કરે છે કે પછી આ દબંગ આજ રીતે બેકસૂર રાહદારીઓ પર પ્રહાર કરતા રહે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube