Coronavirus: દિલ્હીમાં હાલાત સુધર્યા, છતાં લોકડાઉન લંબાવવામાં આવ્યું, જાણો કારણ

કોરોના વાયરસના સતત વધી રહેલા કહેર વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન ફરીથી એકવાર આગળ વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં હવે 24મી મે સુધી લોકડાઉન લાગૂ રહેશે. પ્રતિબંધો પણ અગાઉની જેમ જ લાગૂ રહેશે.
નવી દિલ્હી: કોરોના વાયરસના સતત વધી રહેલા કહેર વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન ફરીથી એકવાર આગળ વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં હવે 24મી મે સુધી લોકડાઉન લાગૂ રહેશે. પ્રતિબંધો પણ અગાઉની જેમ જ લાગૂ રહેશે.
દિલ્હીમાં એક અઠવાડિયું લંબાવાયું લોકડાઉન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. આવતી કાલની જગ્યાએ હવે આગામી અઠવાડિયાના સોમવારે સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન લાગૂ રહેશે.
Corona ની બીજી લહેરમાં કહેર વર્તાવનારા B1617 વેરિએન્ટનો ખાતમો કરવા માટે સક્ષમ છે Covaxin, સ્ટડીમાં ખુલાસો
સીએમ કેજરીવાલે કરી આ અપીલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે કોરોનાનો કેર વર્તાયો છે. લોકો ખુબ દુખી છે. આ સમય એકબીજા પર આંગળી ઉઠાવવાનો નથી પરંતુ એક બીજાને સહારો આપવાનો છે. મારી આપના દરેક કાર્યકરને વિનંતી છે કે જ્યાં પણ હોવ, તમે આસપાસના લોકોની તન, મન અને ધનથી ભરપૂર મદદ કરો. આ સમય સારી દેશભક્તિનો છે, એ જ ધર્મ છે.
Cyclone Tauktae Live Updates: વાવાઝોડા 'તોકતે'એ ગોવામાં બતાવ્યું જોર, ગુજરાત હાઈ અલર્ટ પર, કર્ણાટકમાં 4 લોકોના મોત
દિલ્હીમાં કોરોના સંક્રમણના હાલાતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી નવા કેસમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે લોકડાઉન લંબાવાયું છે કારણ કે જો હાલ ઢીલ આપવામાં આવી તો કોરોના વાયરસને કાબૂમાં લેવામાં અત્યાર સુધી જે સફળતા મળી તેના પર પાણી ફરી વળશે.
લોકડાઉનમાં જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો સિવાય કોઈને ઘરની બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. દિલ્હીમાં કલમ 144 લાગૂ રહેશે. દરેક રીતે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાગૂ રહેશે.
દિલ્હીમાં કોરોનાના કેસ ઘટ્યા
દિલ્હીમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6430 નવા કેસ આવ્યા. જ્યારે 337 લોકોના મોત થયા. આ દરમિયાન કોરોનાને 11592 લોકોએ માત આપીને રિકવરી પણ મેળવી. દિલ્હીમાં કોરોનાથી સંક્રમણનો દર ઘટીને 11.32 ટકાથયો છે. જે 11 એપ્રિલ બાદ સૌથી ઓછો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube