નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજેરોજ હજારો દર્દીઓના મોત થાય છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો દાવો થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ વિરુદ્ધ નિર્ણાયક લડતની તૈયારી કરી લીધી છે અને સંક્રમણની ચેઈન તોડવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આવી શકે છે. આ સાથે જ એવું પણ કહેવાઈ રહ્યું છે કે લોકડાઉન દરમિયાન સ્થિતિને સંભાળવાની જવાબદારી સ્થાનિક પોલીસની જગ્યાએ સેનાને અપાઈ શકે છે. આ બધા વચ્ચે સમાચાર છે કે કેરળમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન લાગ્યું છે. 


શું સમગ્ર દેશમાં લોકડાઉન લગાવશે સરકાર?
કોવિડ-19ના વધતા કેસ વચ્ચે એવો સવાલ છે કે શું સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં લોકડાઉન લગાવશે? જેના પર નીતિ આયોગના સભ્ય અને કોવિડ-19 ટાસ્કફોર્સના અધ્યક્ષ ડો.વી કે પોલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ખુલીને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યોને લોકડાઉન અંગે દિશાનિર્દેશ આપી ચૂકી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube