મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) સતત વધી રહેલા કોરોનાના (Coronavirus) નવા કેસોના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારની ચિંતા વધી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) શુક્રવારના કહ્યું કે જો સ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળશે તો પ્રદેશમાં લોકડાઉન (Lockdown) લગાવવાનો એક વિકલ્પ હોઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વેક્સીનેશન માટે લોકોને અપીલ
નાંદુરબારમાં મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે, હું આશા કરું છું કે લોકો સરકારની સાથે સહયોગ બનાવી રાખે અને કોરોના પ્રોટોકોલનું પાલન કરે. જો લોકો નહીં માને તો પ્રદેશમાં લોકડાઉન (Lockdown) લાગુ કરવાનો માત્ર એક વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આ સમયે સારી વાત એ છે કે, આપણી પાસે કોરોના વેક્સીન છે. જેના દ્વારા આપણે મહામારીનો સામનો કરી શકીએ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તે કોરોના વેક્સીન માટે આગળ આવે.


આ પણ વાંચો:- કોરોના બન્યો બેકાબૂ: અમદાવાદ અને સુરતને લીધું બાનમાં, નવા 1415 કેસ


રાજ્યમાં 31 માર્ચ સુધી કેટલાક પ્રતિબંધો
તમને જણાવી દઇએ કે, કોરોનાના (Coronavirus) વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ સુધી કેટલાક નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. રાજ્ય સરકારના સર્કુલર અનુસાર, રાજ્યના તમામ થિયેટર, ઓડિટોરિયમ અને પ્રાઇવેટ ઓફિસ માત્ર 50 ટકાની ક્ષમતા સાથે કાર્યરત રહેશે. જે લોકોએ યોગ્ય રીતે માસ્ક નહીં લગાવ્યા હોય, તેમને સાર્વજનિક સ્થલો પર પ્રવેશ નહીં આપવામાં આવે. આ સાથે જ મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં લોકોની અવરજવર ઘટાડવા માટે નાઈટ કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- બાળકો માટે સ્કૂલમાં મંગાવ્યું મધ્યાહન ભોજન, પંરતુ આ વસ્તુ જોઇ સૌ કોઈ ચોંકી ઉઠ્યા


રાજ્યમાં 25 હજાર 833 નવા કેસ આવ્યા સામે
મળતી જાણકારી અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus) 25 હજાર 833 નવા કેસ સામે આવ્યા અને 58 દર્દીઓના મોત થયા છે. આ વર્ષ રાજ્યમાં કોરોનાનું પીક રહ્યું. રાજ્યમાં સૌથી પ્રભાવિત જિલ્લો નાગપુર છે. ત્યાં પર ગુરૂવારના પણ કોરોનાના 3,796 નવા કેસ સામે આવ્યા. ત્યારે 1,277 દર્દીઓ સાજા પણ થયા અને 23 દર્દીઓના મોત પણ થયા. રાજ્યની રાજધાની મુંબઇમાં પણ કંઇક આવી જ સ્થિતિ છે. સ્થિતિને જોતા હવે મુંબઇ મહાનગર પાલિકાએ (BMC) શોપિંગ મોલમાં જતા લોકો માટે કોરોના ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube