નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા વધારવામાં આવેલું લૉકડાઉન 3 મેએ પૂર્ણ થઈ રહ્યું છે.  COVID-19 સંક્રમણની ગતિ હજુ ધીમી પડી નથી, તેવામાં ઘણા રાજ્ય 3 મે બાદ પણ લૉકડાઉન જારી રાખવા ઈચ્છે છે. કોરોના પર બનેલી દિલ્હી સરકારની કમિટીએ એક દિવસ પહેલાં કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં 16 મે સુધી લૉકડાઉન વધારવું પડશે. ત્યારબાદ શનિવારે વધુ પાંચ રાજ્યોએ કહ્યું કે, અમારે ત્યાં હોટસ્પોટમાં 3 મે બાદ પણ લૉકડાઉન યથાવત રાખવા ઈચ્છીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ સાથે બેઠક બાદ નિકળશે માર્ગ
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લૉકડાઉન આગળ વધારવાની વાત કહેવામાં આવી છે. તો છ રાજ્ય- આંધ્ર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુએ કહ્યું કે, તે કેન્દ્રના આદેશોનું પાલન કરશે. પરંતુ આસામ, કેરલ અને બિહાર આ વિશે વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ બાદ કોઈ નિર્ણય લેવા ઈચ્છે છે. 


વધુ 15 દિવસ વધશે લૉકડાઉન?
તેલંગણાએ પહેલા જ લૉકડાઉનને આગળ વધારી દીધું છે. ત્યાં 7 મે સુધી લૉકડાઉન રહેશે. રાજ્ય સરકારે કહ્યું કે, તે બે દિવસ પહેલાં એટલે કે 5 મેએ લૉકડાઉન વધુ વધારવાનો નિર્ણય લેશે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે લૉકડાઉન વધારવા ઈચ્છે છે. રાજ્યના 92 ટકા કેસ માત્ર મુંબઈ અને પુણેમાં છે. તેઓ ઈચ્છે છે કે અહીંના કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં 18 મે સુધી લૉકડાઉન જારી રહે. પરંતુ તેમણે કહ્યું કે, તેના પર પીએમ મોદી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. 


Coronavirus: દેશભરમાં કોરોના વાયરસના મામલા 26 હજારને પાર, માત્ર મહારાષ્ટ્રમાં 7,628 પોઝિટિવ


સંપૂર્ણ રીતે લૉકડાઉન હટાવવા ઈચ્છતા નથી રાજ્ય
બંગાળ, પંજાબ અને ઓડિશા પણ 3 મે બાદ લૉકડાઉન વધારવા ઈચ્છે છે. સૂત્રો અનુસાર, બંગાળ સરકાર કોલકત્તા, ઉત્તરી 24 પરગના, હુગલી, ઈસ્ટ મિદનાપુર, ઈસ્ટ બર્દવાન અને નાદિયાના રેડ ઝોનમાં પ્રતિબંધ યથાવત રાખી શકે છે. પરંતુ સરકાર સંપૂર્ણ રાજ્યમાં લૉકડાઉનના પક્ષમાં નથી. પંજાબના મુખ્યમંત્રીનું માનવું છે કે થોડા સમય માટે લૉકડાઉન સંપૂર્ણ રીતે હટાવવુ સંભવ બનશે નહીં કારણ કે રાજ્યએ છેલ્લા 40 દિવસમાં કોવિડ-19ના કર્વમાં ત્રણ વખત ઉછાળો જોયો છે. 


શું છે આ રાજ્યોનો વિચાર
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું કે, ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન અને ખરગોનમાં 3 મે બાદ લૉકડાઉન હટાવવું સંભવ નથી. સરકાર જબલપુરમાં પણ લૉકડાઉન વધારી શકે છે, કારણ કે ત્યાં છેલ્લા બે-ત્રણ દિવસમાં કેસો વધ્યા છે. રાજસ્થાનના સીએમ ઈચ્છે છે કે ગ્રાઉન્ડની પરિસ્થિતિના આધાર પર રાજ્યોને લૉકડાઉન પર નિર્ણય કરવાની છૂટ આપવામાં આવે. છત્તીસગઢ, જ્યાં 5 પોઝિટિવ કેસ છે, ત્યાં સરકારે કેન્દ્ર પાસે આર્થિક ગતિવિધિ શરૂ કરવાની મંજૂરી માગી છે. 


24 કલાકમાં માત્ર 6% વધ્યા દર્દીઓ, દેશમાં 100 કેસ આવ્યા બાદ સૌથી ધીમી ગતિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર