નવી દિલ્હી: લોકડાઉન દૂર કરવાની યોજના બનાવનાર દેશો માટે એક નવું રિસર્ચ ચેતાવણી લઇને આવ્યું છે. ચીનમાં કોરોનાને ફેલાવ પર આધારિત આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સીન તૈયાર થઇ જતી નથી, લોકડાઉન જેવા આકારા ઉપાય લાગૂ રહેવા જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે વુહાનથી વાયરસને બીજા વિસ્તારોમાં ફેલાતો રોકવા માટે ચીને 23 જાન્યુઆરીથી લોકડાઉન લાગૂ કરી દીધુ હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે હવે વુહાનમાંથી લોકડાઉન દૂર કરી દેવામાં આવ્યું છે, સાથે જ અન્ય પ્રાંતિમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે. હોંગકોંગના શોધકર્તાનું કહેવું છે કે જો સરકારોને જલદી જ ઢીલ આપવાનું શરૂ કરી દીધું અથવા તે લાપરવાહ બની ગયા, તો સ્થિતિ અને પણ ખરાબ થઇ શકે છે. COVID-19 નું સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે છે. 


'ધ લાંસેટ મેડિકલ જર્નલ'માં પ્રકાશિત રિસર્ચમાં ચીના એવા 10 પ્રાંતના COVID-19 થી સંબંધિત ડેટા આધારિત મોડલ ઉપયોગ કરવામાં આવ્યા, જ્યાં સૌથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન જોવા મળ્યું કે ચીનમાં દૈનિક જીવન પર લગાવવામાં પ્રતિબંધ કોરોના સંક્રમણોની સંખ્યાને ઓછી કરવામાં પ્રભાવી હતા, પરંતુ જેવી જ સરકારે ઢીલ આપવાનું શરૂ કર્યું, કોરોનાની બીજી વેવ સ્પષ્ટ થઇ ગઇ. 


રિસર્ચકર્તાએ કહ્યું કે તેમના નિષ્કર્ષ એવા દેશો માટે મહત્વપૂર્ણ હતા, જે સંપૂર્ણપણે લોકડાઉનના પ્રાથમિત તબક્કામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે યૂકે લોકડાઉનના પોતાના ચોથા સપ્તાહમાં પ્રવેશ કરી રહ્યા છે, પરંતુ તમામ મુખ્ય કર્મચારીઓએને જ્યાં સુધી સંભવ હોય, ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે અને મોટાભાગની દુકાનો હજુ પણ બંધ છે. ભારતમાં લોકડાઉનની અવધિ 14 એપ્રિલના રોજ સમાપ્ત થાય છે. જોકે હાલ પરિસ્થિતિઓને જોતાં તેને વધારવાનું નક્કી છે. જો એક વાત અધ્યયનને નબળુ કરે છે તો એ છે કે પુન: ઉત્પન્ન થનાર આંકડા રિપોર્ટ કરવામાં આવેલા પોઝિટિવ કોરોના વાયરસના કેસ પર આધારિત હતા અને કેટલાક પ્રાંતો માટે લક્ષણો શરૂ થવાનો સમય અને તારીખ ઉપલબ્ધ નથી. 


ભારતમાં લોકડાઉન વધવાનું નક્કી
ભારતમાં લોકડાઉનનો સમયગાળો 14 એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહ્યો છે, પરંતુ તેમાં વધારો થવાનું નક્કી ગણવામાં આવી રહ્યું છે. ઘણા રાજ્યોની ભલામણ બાદ કેન્દ્ર સરકારે તેને આગળ વધારી શકે છે. તેનું એક મોટું કારણ એ છે કે લોકડાઉન લાગૂ કર્યા બાદ પણ કોરોનાની ગતિ ઓછી થવાનું નામ લઇ રહી નથી. એવામાં સરકારોને આશંકા છે કે જો લોકડાઉન હટાવવામાં આવશે તો ભારે સંખ્યામાં લોકો બહાર નિકળશે અને આટલા દિવસની મહેનત પણ પાણી ફરી વળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર