નવી દિલ્હી: કોરોના બાદ દેશ પર બીજો સૌથી મોટો ખતરો તીડના રૂપમાં આવી ચૂક્યો છે. અને જો તમે આ મોટા ખતરાને લઇને ગંભીર નથી તો હવે ગંભીર થઇ જાવ. કારણ કે તીડનો ખતરો ગ્રામીણ ભારત માટે ખૂબ ડરામણો છે. તીડનુંજ ઝૂડ દેશના અન્નદાતા કહેવાતા ખેડૂતો માટે સૌથી મોટી મુસીબત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સૌથી વધુ રાજ્ય જે પ્રભાવિત છે પહેલાં તે રાજ્યો વિશે જાણી લો. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા અહીં તીડનું ઝૂંડ પહોંચી ચૂક્યું છે અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી શકે છે. 


તમને ફરીથી જણાવી દઇએ કે આજે સવારે 10 વાગે તીડના આતંક પર ઝી ન્યૂઝનું મોટું કવરેજ શરૂ થશે. જેમાં તમને ખબર પડશે કે કેટલો મોટો ખતરો છે અને તેની અસર ફક્ત ખેડૂતો પર જ નહી પરંતુ તમારા પર પણ પડી શકે છે. 


એક નાનકડું તીડ ખેડૂતો માટે મોટો ખતરો બની ગયો છે. 8 રાજ્યોના પાકને નુકસાન પહોંચ્યું છે. તીડને લઇને કેન્દ્રએ 16 રાજ્યોને એલર્ટ કરી દીધા છે. તીડનો નાશ કરવા માટે કીટનાશકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube