નવી દિલ્હી: ઓડિશાના કોરાપુટમાં આજે પીએમ મોદીએ એક રેલીને સંબોધન કર્યું.  પીએમ મોદીએ કહ્યું કે તમારા બધાના આશીર્વાદ લેવા માટે તમારો આ ચોકીદાર તમારી વચ્ચે આવ્યો છે. પીએમએ કહ્યું કે કોરાપુટ અને ઓડિશાના શહીદ નાયકોને મારા નમન છે. 2014માં જ્યારે હું ઓડિશાના લોકો વચ્ચે આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે પૂરી ઈમાનદારીથી તમારી સેવા કરવામાં કોઈ કસર છોડીશ નહીં. તમારા પ્રધાન સેવક તરીકે મારી એ કોશિશ રહી છે કે મારા પ્રયત્નોમાં કોઈ પણ પ્રકારની ખોટ કે કમી ન રહી જાય. આ પાંચ વર્ષોમાં તમે મારો જે સાથ આપ્યો તે બદલ હું તમારો આભારી છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ...


- હું સમગ્ર દેશનો આભાર કરવા નીકળ્યો છું.


- ઓડિશાના સન્માન, આશીર્વાદ અને સાથના કારણે જ હું ઘણું બધુ  કરી શક્યો. 


- મા કમલાજીને પદ્મ સન્માન બદલ ઓરિસ્સાને અભિનંદન.


પ્રિયંકા ગાંધીને વારાણસીથી લડવી છે ચૂંટણી? પીએમ મોદીની સામે થઇ શકે છે સીધી ટક્કર!


- ઓડિશાના વિકાસ માટે તમારા સેવકે કોઈ કમી છોડી નથી. 


- મારી 5 વર્ષની સફળતાના અસલ હકદાર દેશની જનતા છે. 


- જનતા તાળીઓના અવાજથી વિરોધીઓના મોઢા બંધ કરે. 


- આ નવા ભારતના આત્મવિશ્વાસની તાકાત છે, જેના પર સમગ્ર દેશ આજે ગર્વ કરી રહ્યો છે. 


- જે લોકોને ભારતની આ ઉપલબ્ધિ નાની નજરે ચડી રહી છે તેમની કથની અને  કરણીને પણ દેશ જોઈ રહ્યો છે. 


- જ્યારે ભારત આતંકીઓ પર કાર્યવાહી કરે છે, તેમને ઘરમાં ઘૂસીને મારે છે તો આ લોકો પુરાવા માંગે છે. 


- ભારતીય સેનાએ પાકિસ્તાનને હારવા પર મજબુર કર્યું. 


- જનતાને ભારતીય સેનાની કાર્યવાહી પર પૂરો ભરોસો છે, પરંતુ આપણા વિરોધીઓને નથી. 


કોંગ્રેસમાં જોડાતા જ ઉર્મિલા માતોંડકરે પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન, કર્યાં આકરા પ્રહાર


- એક મહિનો થયો, પાકિસ્તાન લાશો ગણી રહ્યું છે અને આ લોકો પુરાવા માંગે છે.


- મતદાનના દિવસે જ્યારે તમે પોલીંગ બૂથ જાઓ ત્યારે સ્પષ્ટ મન બનાવીને જજો કે તમારે એ નક્કી કરવાનું છ ેકે  તમારે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારનારી સરકાર  જોઈએ કે પછી મોઢું છૂપાવનારી સરકાર જોઈએ. 


- જનતા નક્કી કરે કે નિર્ણય કરનારી સરકાર જોઈએ કે પછી ફક્ત નારાબાજી કરનારી સરકાર જોઈએ. 


- ઓડિશાને મજબુત સરકારની જરૂર છે. 


- વિરોધીઓને તો મજબૂર સરકાર જોઈએ. 


જુઓ LIVE TV