Congress-AAP Alliance: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે સીટ શેરિંગ ફોર્મ્યૂલાની આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક, અને સૌરભ ભારદ્વાજ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં જ્યારે કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અવિંદર સિંહ લવલી સામેલ થયા હતા. કોંગ્રેસના મુકુલ વાસનિકે જણાવ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સામેલ પાર્ટીઓ વચ્ચે સીટ ફાળવણી અંગે ચર્ચા થઈ રહી હતી. બે દિવસ પહેલા લખનઉમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત થઈ. અહીં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આ જે ગઠબંધન થયું છે તે ફક્ત લોકસભા ચૂંટણી માટે થયું છે. વિધાનસભા પેટાચૂંટણી માટે ગઠબંધનનો નિર્ણય બે દિવસમાં લેવાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી માટે શું નક્કી થયું?
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ ફાળવણીને લઈને લાંબી ચર્ચા થઈ અને સીટ શેરિંગ ડીલ નક્કી થઈ. મુકુલ વાસનિકે જણાવ્યું કે દિલ્હીમાં લોકસભાની 7 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 4 બેઠકો નવી દિલ્હી, વેસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી, અને ઈસ્ટ દિલ્હી પર ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ બેઠકો પરથી ચૂંટણી લડશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube