Lok Sabha Election 2024: ફલૌદી બાદ હવે આ સટ્ટા બજારે કરી ચોંકાવનારી આગાહી, જાણો કોને ફાયદો કોને નુકસાન?
Lok Sabha Chutni 2024: લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. હવે ફક્ત બે તબક્કાનું મતદાન બાકી છે. રાજકીય પક્ષો અને રાજકીય જાણકારોથી લઈને સટ્ટા બજાર સુધી જીત હારનું અનુમાન લગાવી રહ્યા છે. રાજસ્થાનના ફલૌદી સટ્ટા બજાર બાદ હવે અન્ય એક કાનપુર સટ્ટા બજારનું ગણિત પણ સામે આવ્યું છે. જાણો શું કહે છે આ આકલન...
Lok Sabha Chutni 2024: લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. હવે ફક્ત બે તબક્કાનું મતદાન બાકી છે. રાજકીય પક્ષો અને રાજકીય જાણકારોથી લઈને સટ્ટા બજાર સુધી જીત હારનું અનુમાન લગાવી રહ્યા છે. રાજસ્થાનના ફલૌદી સટ્ટા બજાર બાદ હવે અન્ય એક કાનપુર સટ્ટા બજારનું ગણિત પણ સામે આવ્યું છે. જાણો શું કહે છે આ આકલન...
ભાજપને કેટલી સીટો?
મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકસભા ચૂંટણીને લઈને કાનપુર સટ્ટા બજારનો ભાવ ઝડપથી ચડી રહ્યો છે. અહીં ભાજપને મોટી જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેણે યુપીની 80માંથી 70 સીટો ભાજપને ફાળે જતી દેખાડી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અનેક એવી અનેક સીટો છે જ્યાં સૌથી વધુ ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે.
આ સીટો પર રમાઈ રહ્યો છે સૌથી વધુ સટ્ટો
કાનપુર સટ્ટા બજારમાં રાયબરેલી, અમેઠી, મૈનપુરી, કનૌજ, અને આઝમગઢ લોકસભા સીટો પર ભાવ ઝડપથી ચડી રહ્યો છે. જેના પર સૌથી વધુ સટ્ટો રમાઈ રહ્યો ચે. અત્રે જણાવવાનું કે રાયબરેલીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, અમેઠીથી ભાજપના સ્મૃતિ ઈરાની, મૈનપુરીથી સપાના ડિંપલ યાદવ, કનૌજથી સપા પ્રમુખ અખિલેશ યાદવ, અને આઝમગઢથી સપાના ધર્મેન્દ્ર યાદવ તથા ભાજપના દિનેશલાલ યાદવ નિરહુઆ વચ્ચે કાંટાની ટક્કર છે.
શું અનુમાન કર્યું હતું ફલૌદી સટ્ટા બજારે
યુપીની વાત કરીએ તો ફલૌદી સટ્ટા બજાર મુજબ યુપીમાં ઓછા મતદાનના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે. પરંતુ આમ છતાં સત્તાધારી પક્ષ ભાજપને 80માંથી લગભગ 62 થી 65 બેઠકો મળી શકે છે. સટ્ટા બજાર મુજબ ભાજપને દેશભરમાં 280 થી 290 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને કેન્દ્રમાં 70થી 85 બેઠકો મળે તેવી આગાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અને ફલૌદી સટ્ટા બજાર મુજબ ભારતીય જનતા પાર્ટીએ યુપીની તમામ 80 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તેને પોતાના દમ પર 335 થી 340 બેઠકો જીતવાનો ભરોસો છે. જો છેલ્લા તબક્કાઓના મતદાનમાં વધારો થયો તો ભાજપ 30-35 સીટો પર આગળ વધી શકે છે. જો ફલૌદી સટ્ટા બજારની આગાહી સાચી ઠરે તો એકવાર ફરીથી અહીંના આંકલન પર સટીકતાની મહોર વાગી શકે છે.
સટીક હોય છે આગાહીઓ?
સટ્ટા બજારની વાત આવે તો સૌથી પહેલા ફલૌદી સટ્ટા બજારનું નામ આગળ આવે છે. જેમ જેમ પરિણામના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ સટ્ટા બજાર પણ ધીરે ધીરે જોર પકડી રહ્યું છે. સટ્ટા બજાર એવો સંકેત આપે છે કે આખરે કોની સરકાર બની શકે છે. ફલૌદી સટ્ટા બજાર ખુબ જૂનું છે જ્યાં ચૂંટણીને લઈને અનેક ચીજો પર સટ્ટો લગાવવામાં આવે છે. અહીં લોકસભા ચૂંટણીમાં દેશની લગભગ તમામ લોકસભા સીટો પર સટ્ટો લગાવવામાં આવે છે. ચૂંટણીમાં હાર જીતનું આકલન ઉમેદવારોનો ચહેરો, સમર્થકોની ચૂંટણી સભામાં ભીડ, અને જાતીય સહયોગ સાથે પાર્ટીને ધ્યાનમાં રાખતા ભાવ નક્કી કરવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. તેમજ સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube