નવી દિલ્હીઃ Lok Sabha Chunav 2024 BJP Candidate List: લોકસભા ચૂંટણીની જાહેરાત થવામાં હવે ગણતરીના દિવસ બાકી રહી ગયા છે. દરેક પાર્ટીઓ ચૂંટણી માટે પોત-પોતાની તૈયારીમાં લાગી છે. ભાજપ પણ આ કવાયતમાં પાછળ નથી. તેણે દેશભરમાં સંભવિત ઉમેદવારોના નામ પર મંથન કરવા માટે બુધવારી દિલ્ગીમાં બેઠક યોજી હતી. આ મંથનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને વિવિધ રાજ્યોના કોર ગ્રુપના નેતાઓ સામેલ થયા હતા. સંભાવના છે કે ભારતીય કેન્દ્રીય ચૂંટણી સમિતિ ગુરૂવાર બેઠક કરશે અને પ્રથમ યાદીના નામો પર નિર્ણય કરી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંથન બેઠકમાં આ રાજ્યોના નેતા થયા સામેલ
ભાજપ તરફથી આજે યોજવામાં આવેલી મંથન બેઠકમાં મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોના પાર્ટી નેતા સામેલ થયા. તેમની સાથે અલગ-અલગ બેઠક કરી વિવિધ રાજ્યોમાં ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. 


પ્રથમ યાદીમાં પીએમ મોદી, અમિત શાહનું નામ?
પાર્ટીના સૂત્રો પ્રમાણે ભાજપની પ્રથમ યાદી 1 કે 2 માર્ચે જાહેર થઈ શકે છે. આ યાદીમાં 100 ઉમેદવારોના નામ હોઈ શકે છે. તેમાં પીએમ મોદી અને અમિત શાહ જેવા દિગ્ગજોના નામ પણ હશે. વર્ષ 2019ની ચૂંટણી સમયે ભાજપની પ્રથમ યાદીમાં મોદી અને શાહનું નામ સામેલ હતું. આ સાથે અન્ય સીટો પર પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે, જ્યાં 2019ની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. 


આ પણ વાંચોઃ હિમાચલમાં રાજકીય ખેંચતાણ વચ્ચે બજેટ પાસ, CMએ કહ્યું- મારા રાજીનામાની વાત અફવા


વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે બદલી રણનીતિ
વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને તેમણે ગાંધીનગરથી પ્રથમવાર લોકસભા ચૂંટણી લડી હતી. વર્ષ 2019માં ઉમેદવારોના નામની યાદી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ જોતા ભાજપ આચાર સંહિતા લાગતા પહેલા પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે.


શું 400 પારનો ટાર્ગેટ થશે પૂરો?
ભાજતીય જતના પાર્ટીએ આ ટ્રિક થોડા મહિને પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અપનાવી હતી, ત્યારે પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરી દીધા હતા. તેનો સીધો લાભ પાર્ટીને મળ્યો હતો અને તેના ઉમેદવારો સારી જીત મેળવી હતી. ખાસ કરીને તે સીટો પર જ્યાં પાંચ વર્ષ પહેલા પાર્ટીન હાર મળી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે 370 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. જ્યારે એનડીએ ગઠબંધન સાથે આ ટાર્ગેટ 400 સીટોનો રાખવામાં આવ્યો છે. તે માટે પીએમ મોદી સહિત પાર્ટીના અન્ય નેતા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી સતત પ્રવાસ કરી પાર્ટીના પક્ષમાં માહોલ બનાવી રહ્યાં છે.