PM મોદી અને રાહુલ ગાંધીના ચૂંટણી ભાષણો મામલે ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતાના ભંગનો આરોપ લગાવ્યો હતો.ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વ્યવહારની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ પદો પર બેઠેલા નેતાઓના ભાષણોના વધુ ગંભીર પરિણામો આવી શકે છે.
ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર આપત્તિ જતાવવામાં આવ્યા બાદ ગુરુવારે તેને ગંભીરતાથી લીધા છે. આયોગે આચાર સંહિતાના ભંગના આરોપમાં ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ એક બીજા પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન પેદા કરવાના આરોપ લગાવ્યા છે. બંને પાર્ટીઓને 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ અપાયો છે. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ બંને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા કહ્યું છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતાના ભંગનો આરોપ લગાવ્યો હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube