Lok Sabha Election 2024: દ.ભારતના આ રાજ્યોમાં મોદી મેજિક પણ કામે નથી લાગતું! શું ભાજપના ચાણક્ય અપાવશે પાર્ટીને જીત?
Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં પગ જમાવવાની કોશિશ કરી રહી છે. સ્થાનિક પાર્ટીઓ ભાજપની રાહમાં રોડા બની રહી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં પગ જમાવવાની કોશિશ કરી રહી છે. સ્થાનિક પાર્ટીઓ ભાજપની રાહમાં રોડા બની રહી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી બાદ ત્રીજીવાર સત્તામાં વાપસી કરવાના સપના જોઈ રહી છે. 9 વર્ષમાં આ પાર્ટી અનેક રાજ્યોમાં સરકાર બનાવી ચૂકી છે. અનેક રાજ્યોમાં પગ જમાવવાની કોશિશ કરી ચૂકી છે. પરંતુ દક્ષિણ ભારત ભાજપ માટે એટલું સરળ નથી.
ભાજપ ભલે દેશમાં એક પછી એક રાજ્યમાં ચૂંટણી જીતી રહી છે પરંતુ દક્ષિણ ભારત હજુ પણ તેના માટે સરળ નથી. દક્ષિણ ભારતના અનેક રાજ્યો ભાજપ માટે અભેદ કિલ્લા જેવા છે. દક્ષિણ ભારતમાં ભાજપ સૌથી વધુ મજબૂત કર્ણાટકમાં છે. કર્ણાટકમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એટલા મજબૂત છે કે અહીં અનેકવાર ભાજપ સત્તામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં પણ ભાજપનું જ શાસન છે.
દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં અટકે છે ભાજપનો વિજયરથ
ભાજપ ગઠબંધન પુડ્ડુચેરીમાં સત્તામાં છે પરંતુ સ્થાનિક પક્ષો સતત તેના પડકાર વધારી રહ્યા છે. દક્ષિણ ભારતના અન્ય ચાર રાજ્યો તમિલનાડુ, કેરળ, તેલંગણા, અને આંધ્ર પ્રેદશ હજુ પણ પાર્ટી માટે સૌથી મોટો સવાલ બન્યા છે. જ્યાં પાર્ટીનો વિજયરથ વારંવાર જઈને અટકી જાય છે.
શું ભાજપના ચાણક્ય કરશે ડેમેજ કંટ્રોલ?
દેશની ઝડપથી બદલાઈ રહેલી રાજનીતિક પરિસ્થિતિ મુજબ 2024માં થનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતના અનેક પ્રદેશોનું મહત્વ ઘણું વધી ગયું છે. ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ માટે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું છે. આવામાં જોવાનું એ રહેશે કે શું આ વખતે પણ તેઓ મિશન દક્ષિણ ભારત સંભાળી શકશે કે નહીં.
આ રાજ્યોમાં ભાજપનું નથી ખુલ્યું ખાતું
કર્ણાટક, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને પુડ્ડુચેરી મળીને લોકસભામાં 130 સાંસદ જાય છે. જેમાંથી હાલ ભાજપ પાસે ફક્ત 29 બેઠકો જ છે. જેમાંથી 25 સીટ તો ફક્ત કર્ણાટકમાંથી મળી છે. જ્યારે તેલંગણામાંથી 4 સીટ છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પુડ્ડુચેરીમાં ભાજપ પાસે એક પણ સીટ નથી. આ જ કારણ છે કે 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ એકવાર ફ રીથી દક્ષિણ ભારતમાં પોતાની પૂરી તાકાત ઝોંકતી નજરે ચડી રહી છે. કર્ણાટકમાં 10મી મેના રોજ વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે અને રાજ્યમાં આ વખતે પોતાના દમ પર પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા ાટે પાર્ટીએ પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે.
જો ટ્રેનમાં સામાન ચોરી થઈ જાય તો રેલવે જવાબદાર, કરવી પડશે ભરપાઈ
દિયર સાથે ભાભીએ મૂક્યું રોતી ઈમોજીવાળું વોટ્સએપ સ્ટેટસ, પછી જે થયું....પોલીસ સ્તબ્ધ
મન હોય તો માળવે જવાય!, 1500 રૂપિયાથી શરૂ કર્યું આ કામ, હવે 3 કરોડને પાર ગયો બિઝનેસ
વિધાનસભા ચૂંટણી 2024 માટે બોધપાઠ
ભાજપ કર્ણાટકમાં 150 બેઠકો પર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડી રહી છે. તેલંગણામાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે જેને લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યમાં ભાજપે કેસીઆર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
સંગઠન મજબૂત કરવામાં લાગ્યું ભાજપ
ભાજપ તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રેદશમાં પણ પાર્ટી સંગઠનને સતત મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ માટે એક બાજુ જ્યાં પાર્ટી પોતાા સૌથી લોકપ્રિય ચહેરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર ભરોસો રાખી રહ્યું છે. બીજી બાજુ મિશન દક્ષિણ ભારત હેઠળ પાર્ટીએ અન્ય પક્ષોના મહત્વપૂર્ણ નેતાઓને પણ પોતાની સાથે જોડવાનું શરૂ કરી દીધુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રી સતત દક્ષિણ ભારતના આ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પણ તેલંગણા અને તમિલનાડુની મુલાકાત લઈને રાજ્યની જનતાને કરોડો રૂપિયાના વિભિન્ન પ્રોજેક્ટ્સની ભેટ આપી.
નવા સમીકરણો સાધવાની કોશિશ?
બીજી બાજુ પાર્ટી છેલ્લા 3 દિવસથી સતત આ રાજ્યોના મહત્વપૂર્ણ નેતાઓને દિલ્હીમાં પાર્ટીમાં સામેલ કરાવીને મહત્વપૂર્ણ રાજકીય સંદેશ આપવાનો પણ પ્રયત્ન કરી રહી છે. 6 એપ્રિલના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા, કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને મનમોહન સિંહ સરકારમાં રક્ષામંત્ર5 રહી ચૂકેલા એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં સામેલ થયા.
7 એપ્રિલના રોજ અવિભાજનિત આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા. 8 એપ્રિલના રોજ તમિલનાડુ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા સીઆર કેસવન ભાજપમાં જોડાયા. દક્ષિણ ભારતથી આશા રાખીને બેઠેલી કોંગ્રેસને આ કારણથી સતત રાજકીય ઝટકો મળી રહ્યો છે.
અનિલ એન્ટની અને કિરણકુમાર રેડ્ડીના ભાજપમાં સામેલ થયા બાદ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની મુલાકાત કરી છે. સીઆર કેસવાનને અમિત શાહ અને જેપી નડ્ડા બંને મળી ચૂક્યા છે. આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુને સાધવાની કોશિશમાં લાગેલું ભાજપ દક્ષિણ ભારતને સાધવાની કોશિશ કરી રહ્યું છે. ભાજપને આશા છે કે અહીંથી સૌથી વધુ સીટો મેળવવામાં આવે. જો કે હાલત હજુ એવી નજરે પડતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube