Model Code Of Conduct: ચૂંટણીમાં ભાષણબાજીઓ થતી હોય છે. એકબીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ પણ થતો હોય છે. અમે તમારા કરતા વધુ ચઢિયાતા છીએ એવું સાબિત કરવાનો પ્રયાસ થતો હોય છે. એવામાં નેતાઓ અને ખાસ કરીને ઉમેદવારો જીત હાંસલ કરવા માટે અનેક કાવાદાવા કરતા હોય છે. અમુક વસ્તુઓનો જાહેરમાં ઉલ્લેખ એ આચારસંહિતાના નિયમોનો ભંગ કરે છે. દેશમાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે. લોકસભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થવાનું છે અને 1 તબક્કા માટે મતદાન થઈ ચૂક્યું છે. બાકીના તબક્કા માટે રાજકીય પક્ષો ભારે મહેનતમાં વ્યસ્ત છે. આ દરમિયાન નેતાઓની એકબીજા સામે કટાક્ષ અને બયાનબાજી પણ તેજ થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી, પરંતુ નેતાઓ ભાષણબાજી કરવાનું ચૂકતા નથી. ચૂંટણી પંચે ઘણા નેતાઓને નોટિસ પણ પાઠવી છે. ચાલો જાણીએ કે આચાર સંહિતાનું ઉલ્લંઘન શું છે. આચારસંહિતામાં શું પ્રતિબંધિત છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચારસંહિતા શું છે?
જાણી લો કે દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચના કેટલાક નિયમો છે. ચૂંટણી પંચના આ નિયમોને આચારસંહિતા કહેવામાં આવે છે. લોકસભા અને વિધાનસભાથી લઈને પંચાયતની ચૂંટણી સુધી આચારસંહિતા લાગુ પડે છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને નેતાઓએ આ નિયમોનું પાલન કરવાનું હોય છે.


આચારસંહિતાનું ઉલ્લંઘન શું છે?


  • કોઈપણ નેતા કોઈપણ ચૂંટણી રેલીમાં કે કોઈપણ પ્રકારના સંબોધનમાં ધર્મ કે જાતિના નામે વોટ માંગી શકશે નહીં. જો તે આવું કરે તો તેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે.

  • ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ ઘણા નિયમો પણ અમલમાં આવી ગયા છે. કોઈપણ રાજકીય પક્ષ કે નેતા તેનું ઉલ્લંઘન કરી શકે નહીં.

  • ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહન, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકાશે નહીં.

  • આચારસંહિતા દરમિયાન કોઈપણ પ્રકારની સરકારી જાહેરાત, ઉદ્ઘાટન અને શિલાન્યાસ વગેરે થઈ શકશે નહીં.

  • જો રેલી યોજવી હોય તો દરેક રાજકીય પક્ષ, ઉમેદવાર, નેતા કે સમર્થકોએ પહેલા પોલીસ પાસેથી પરવાનગી લેવી પડશે.