`મોદી હજુ જીવિત છે અને જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી...` જાણો કેમ આવું કહેવું પડ્યું PM મોદીએ?
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટે હવે તમામ પાર્ટીઓ ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. મહારાષ્ટ્રના પુણેમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટે હવે તમામ પાર્ટીઓ ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. મહારાષ્ટ્રના પુણેમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કોંગ્રેસના કર્ણાટક મોડલ પર ખુબ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મોદી જ્યાં સુધી જીવિત છે આ ધર્મના આધાર પર અનામત થવા દેશે નહીં. તેમણે (કોંગ્રેસ) કર્ણાટક મોડલ ડેવલપ કર્યું છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને ફટકાર લગાવી છે કે ધર્મના આધાર પર અનામત હોઈ શકે નહીં.
જ્યાં સુધી મોદી જીવે છે....
પીએમ મોદીએ કહ્યું કે રાતોરાત ફતવો બહાર પાડીને મુસલમાનોને ઓબીસી બનાવી દીધા અને અનામત છીનવી લીધી. I.N.D.I.A. વાળા સાંભળી લે કે મોદી હજુ સુધી જીવિત છે અને જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી આ ધર્મના આધારે અનામત થવા દેશે નહીં. આ દેશ નહીં થવા દે નહીં તો દેશ તેમના અસ્તિત્વને રાજકીય નક્શામાંથી તેમને બહાર ફેંકી દેશે.
રાહુલ ગાંધીને પણ લીધા આડે હાથ
રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસના શહજાદાની વાતો ખતરનાક છે. ખુદ કોંગ્રેસના લોકો તેમના કારણે કોંગ્રેસ છોડી રહ્યા છે. યુવાઓ, જેમણે તેમના જીવનના મહત્વના 15-20 વર્ષ કોંગ્રેસને આપ્યા આજે કોંગ્રેસ છોડી રહ્યા છે. તેઓ કોંગ્રેસમાંથી નીકળીને એક જ વાત કરી રહ્યા છે કે કોંગ્રેસને માઓવાદીઓએ કબજામાં લીધી છે.
મહારાષ્ટ્રે જોયો અસ્થિરતાનો દોર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રએ લાંબા સમય સુધી રાજકીય અસ્થિરતાનો દોર જોયો છે. આજથી 45 વર્ષ પહેલા અહીંના એક મોટા નેતાએ પોતાની મહત્વકાંક્ષા માટે આ ખેલની શરૂઆત કરી હતી, ત્યારથી મહારાષ્ટ્ર અસ્થિરતાના દોરમાં જતું રહ્યું. અનેક મુખ્યમંત્રીઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. 1995માં જ્યારે ભાજપ, શિવસેનાની સરકાર આવી તો આ આત્મા તે સરકારને અસ્થિર કરવામાં લાગી ગઈ. 2019માં તો તેમણે જનાદેશનું કેટલું અપમાન કર્યું તે મહારાષ્ટ્રની જનતા જાણે છે. આજે તેઓ દેશને અસ્થિર કરી રહ્યા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube