Loksabha election 2024 : લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. અબકી બાર, 400 પારનો નારો લગાવનારી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી પોતાના દમ પર બહુમત હાસિલ કરવાનું ચૂકી ગઈ છે. છેલ્લા બે લોકસભા ચૂંટણીના મુકાબલે આ વર્ષે પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. પાર્ટી આ વખતે માત્ર 240 સીટો પર જીતી રહી છે. પાછલી ચૂંટણીમાં ભાજપે 303 સીટ જીતી હતી. પરંતુ એનડીએના સહયોગીઓની મદદથી ભાજપ ફરી સરકાર બનાવવાની સ્થિતિમાં છે. ખાસ વાત છે કે દેશના સાત રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે. ભાજપ આ ચૂંટણીમાં 240 સીટો પર તો એનડીએ ગઠબંધન 292 સીટો પર અટકી ગયું છે. ઇન્ડિયા ગઠબંધન 234એ પહોંચી ગયું છે. કોંગ્રેસની સીટો જ 99 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીટોની સાથે વોટ શેર પણ ઘટ્યો
આ વખતે ચૂંટણીમાં ભાજપને સીટોની સાથે વોટ શેરમાં પણ ઝટકો લાગ્યો છે. પાર્ટી આ વખતે લગભગ 240 સીટો જીતી રહી છે. જ્યારે પાછલી ચૂંટણીમાં 303 સીટ જીતી હતી. 2014ની ચૂંટણીમાં ભાજપને 282 સીટો મળી હતી. આ વખતે પાર્ટીને 36.61 ટકા મત મળ્યા છે. તો 2019માં પાર્ટીનો વોટ શેર 37.69 ટકા હતો. જ્યારે 2014ની ચૂંટણીમાં ભાજપને 31 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને આ વખતે 21.26 ટકા સીટ મળ્યા છે. જ્યારે પાર્ટીને પાછલી ચૂંટણીમાં 19.66 ટકા મત મળ્યા છે. કોંગ્રેસે પાછલી ચૂંટણીમાં 52 સીટ જીતી હતી. આ વખતે આશરે 100 સીટ જીતી રહી છે.


આ પણ વાંચોઃ 'આ 140 કરોડ લોકોની જીત છે', PM મોદીએ કહ્યું- ત્રીજી વખત NDA સરકાર નિશ્ચિત બનશે


પંજાબ, મણિપુરમાં ભાજપને ઝટકો
પંજાબમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે. પાછલી ચૂંટણીમાં પાર્ટીના બે સાંસદ હતા. આ વખતે પંજાબમાં ભાજપને શૂન્ટ સીટ મળી છે. પંજાબમાં ભાજપનું શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંથન થયું નહીં. તેનું નુકસાન પાર્ટીને થયું છે. દક્ષિણ ભારતના તમિલનાડુમાં પાર્ટી એકવાર ફરી ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે. પીએમ મોદીના સતત પ્રવાસ છતાં ત્યાં કોઈ સફળતા મળી નથી. મણિપુરની બે સીટો પર કોંગ્રેસે કબજો કર્યો છે. ભાજપને ત્યાં 16.58 ટકા મત મળ્યા છે. સિક્કિમમાં એક લોકસભા સીટ છે. આ સીટ પર સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાને જીત મળી છે. 


આ રાજ્યોમાં ન ખુલ્યું ભાજપનું ખાતું
તમિલનાડુ
પંજાબ
સિક્કિમ
મણિપુર
મેઘાલય
મિઝોરમ
નાગાલેન્ડ


કેન્દ્રશાસિત પ્રદેશ
પુડુચેરી
ચંદીગઢ
લદ્દાખ
લક્ષદ્વીપ


કેન્દ્ર શાસિત પ્રદેશમાં ન ચાલ્યો સિક્કો
ભાજપને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ઝટકો લાગ્યો છે. પાર્ટીએ ચંદીગઢ સીટ ગુમાવવી પડી છે. આ રીતે પુડુચેરી, લદ્દાખ અને લક્ષદ્વીપમાં પણ પાર્ટી ખાતું ખોલાવી શકી નથી.