ચૂંટણી ટાણે AAP માં આખરે શું ચાલી રહ્યું છે.... શું વધુ એક કદાવર નેતા પાર્ટીનો સાથ છોડશે?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ તરફથી દિલ્હી સીએમ હાઉસમાં મારપીટ થઈ હોવાનો ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે. સીએમ હાઉસની અંદર દિલ્હી પોલીસને પીસીઆર કોલ ગયો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને સ્વાતિ માલીવાલ ઓળખ આપી. હવે કોલ કરનારે એમ પણ કહ્યું કે સીએમના કહેવા પર તેમના અંગત સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી. મામલો તો ગંભીર બની જાય.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ તરફથી દિલ્હી સીએમ હાઉસમાં મારપીટ થઈ હોવાનો ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે. સીએમ હાઉસની અંદર દિલ્હી પોલીસને પીસીઆર કોલ ગયો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને સ્વાતિ માલીવાલ ઓળખ આપી. હવે કોલ કરનારે એમ પણ કહ્યું કે સીએમના કહેવા પર તેમના અંગત સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી. મામલો તો ગંભીર બની જાય. આ ઘટના વીતી ગયાને 6 કલાક બાદ પણ હજુ સુધી ન તો સીએમ હાઉસ તરફથી વાત ફગાવવામાં આવી કે ન તો સ્વાતિ માલીવાલ તરફથી આ ઘટના અંગે કોઈ જાણકારી આપવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોના હવાલે એવું કહેવાય છે કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઈન પોલીસમથક આવ્યા હતા. જો કે તેમણે કોઈ લેખિત ફરિયાદ આપી નથી. હવે સવાલ એ ઉઠે છે કે આખરે આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે? શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કેટલાક નજીકના લોકો પાર્ટીથી વળી ચૂક્યા છે? શું બરાબર ચૂંટણી ટાણે કેજરીવાલ પર લાગેલા આવા આરોપ પાર્ટી માટે જોખમના સંકેત નથી?
વિવાદો સાથે નાતો
એમાં કોઈ બેમત નથી કે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવકુમાર તેમના ખાસમખાસ છે. વિભવ મુખ્યમંત્રી કેજરીવાલના કેટલા ખાસ છે એ એવાથી સમજી શકાય કે જેલ ગયા બાદ કેજરીવાલે જેલ પ્રશાસનને મુલાકાતીઓની જે સૂચિ આપી હતી તેમાં કેજરીવાલના પત્ની, બાળકો, માતા પિતા ઉપરાંત સંદીપ પાઠક અને વિભવકુમાર સામેલ હતા. અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રી મંડળના સાથી સાથી સુદ્ધાને ભાવ આપ્યો નથી. જ્યારે તેમની પાસે વધુ 4 નામ આપવાના વિકલ્પ હતા.
જો કે હાલમાં જ વિભવકુમારને એક જૂના કેસમાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના દરેક વાતના તેઓ રાજદાર છે. તેમના વિરુદ્ધ ઈડીની તપાસ ચાલુ છે વિજલેન્સે પણ દિલ્હી જળ બોર્ડમાં કોઈ પણ પદ પર ન હોવા છતાં વિભવ કુમારને જળબોર્ડનો ફ્લેટ એલોટ કરવાની ફરિયાદને યોગ્ય ગણી છે. 2017માં તેમની ટેન્કર કૌભાંડ મામલે પણ પૂછપરછ થઈ હતી. વિભવકુમારને 2007ના એક કેસમાં આ વર્ષે 10 એપ્રિલના રોજ બરતરફ કરાયા છે. વિભવકુમાર પર સરકારી કામમાં વિધ્ન નાખવાનો આરોપ લાગ્યો હતો. દારૂ નીતિ કૌભાંડમાં પણ ઈડી અનેકવાર વિભવકુમારની પૂછપરછ કરી ચૂકી ચે. હવે જ્યારે માલીવાલે ગંભીર આરોપ લગાવ્યો છે તો સ્પષ્ટ છે કે ઘણું બહાર આવી શકે છે. આમ આદમી પાર્ટીના વિરોધીઓ માટે તો આ બગાસું ખાતા પતાસું મળ્યા જેવું કહી શકાય.
શું કેજરીવાલ એકલા પડી રહ્યા છે?
જ્યારથી આમ આદમી પાર્ટીની રચના થઈ, તમામ નેતાઓ, અને અરવિંદ કેજરીવાલના ખુબ જ નીકટના લોકોએ પાર્ટી છોડી. તે સમયે કેજરીવાલ સામે મુશ્કેલીઓના ખડકલા નહતા. પરંતુ હવે જ્યારે કેજરીવાલ સંકટમાં છે તો તેમના નીકટના લોકોનું આ અંતર ખુબ મહત્વ ધરાવે છે. દિલ્હીથી પહેલીવાર સાંસદ બનેલા સ્વાતિ માલીવાલ પણ અરવિંદ કેજરીવાલના નીકટના લોકોમાં સામેલ છે. તેમણે પોતાની છબી એક તેજ નેતા તરીકે બનાવેલી છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની છબી પણ એવી છે. કેજરીવાલના ખાસ અને તેજ નેતા ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એ પ્રકારની વાતચીત સામે આવી રહી છે કે તેઓ જાણી જોઈને લંડનથી ભારત પાછા આવી રહ્યા નથી. આ બધી વાતો સ્વાતિ માલીવાલ વિશે પણ કહેવાતી હતી. કારણ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ટાણે માલીવાલ પોતાની બીમાર બહેનની દેખભાળ માટે અમેરિકા હતા. મારપીટની ખબરો બાદ પબ્લિકને એવું લાગે છે કે જે પણ અફવાઓ ચાલી રહી હતી તેમાં કઈક તો તથ્ય જરૂર હોવું જોઈએ.
પાર્ટી મુસિબતોના દોરમાંથી જઈ રહી છે અને સ્વાતિ માલીવાલ તથા રાઘવ ચડ્ઢા જેવા નીકટના લોકો ફક્ત ટ્વીટ કરી રહ્યા છે. માલીવાલ પણ સોશિયલ મીડિયા પર પાર્ટી અને પોતાના નેતાઓના સમર્થનમાં સંદેશા પોસ્ટ કરીને કર્તવ્ય પાલન કરી રહ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં તે સમયે માલીવાલે કહ્યું હતું કે મારી બહેન છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. તે બીમાર છે અને હું તેની દેખભાળ માટે અહીં છું. હું જલદી પાછી ફરી રહી છું અને હાલના શાસનની તાનાશાહી વિરુદ્ધ મજબૂતીથી લડીશ. સવાલ એ છે કે મોડેથી આવ્યા બાદ શું અર્થ રહી જાય? રાઘવ ચડ્ઢા તો હજુ સુધી આવ્યા નથી. પંજાબના તમામ સાંસદોએ જે પ્રકારે એક્ટિવ થવાનું હતું તે પણ થયા નહીં.
સ્વાતિ માલીવાલનું પાર્ટીથી દૂર જોવું એ એક અલગ મામલો છે. કારણ કે હજુ સુધી જે લોકો ગયા તેમણે એટલા ગંભીર આરોપ લગાવ્યા નથી કે જેનાથી પાર્ટી કે અરવિંદ ક ેજરીવાલને કઈ નુકસાન થઈ શકે પરંતુ સ્વાતિ માલીવાલનો કેસ અલગ છે. માલીવાલે જે આરોપ લગાવ્યા છે તેના પર જો તેઓ અડગ રહે તો ખુબ ગંભીર કેસ બની શકે. જે પ્રકારે સીએમ હાઉસમાં મારપીટની ઘટનાને 6 કલાક થવા જઈ રહ્યા છે અને બંને તરફથી કોઈ આરોપ પ્રત્યારોપ સામે આવ્યા નથી તેનો અર્થ એ પણ થઈ શકે કે બધુ શાંતિ તરફ અગ્રેસર છે. અને એ પણ હોઈ શકે કે તોફાન પહેલાની શાંતિ છે. જો મામલો આગળ વધે તો સામાન્ય જેવી વાત છે કે અત્યાર સુધી જે પણ કઈ ઢાંક પીછાડો કર્યો હતો તે બધુ હવે સામે આવી જશે. સ્વાતિ માલીવાલે પોતાની દિલ્હી મહિલા આયોગની ઈનિંગ ખુબ શાનદાર રમી છે. સામાન્ય લોકો વચ્ચે માલીવાલે પોતાની છબી ખુબ સારી બનાવી છે. પાર્ટીને તેની કમી તો લાગશે તદઉપરાંત અરવિંદ કેજરવાલ પર મહિલા વિરોધી હોવાના આરોપ પણ લાગી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube