ભારતનો સિક્સકિંગ ગણાતો યુવરાજસિંહ ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. થોડા દિવસોમાં યુવરાજ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં, ક્રિકેટર તરીકેની કારકીર્દી પૂરી થઈ ગઈ હોવાથી યુવરાજ હવે રાજકારણી બને તો નવાઈ નહીં. ભાજપે હાલમાં લીલીઝંડી આપી છે પણ અમિત શાહ કે મોદીની મુલાકાત પછી તમામ બાબતો ફાઈનલ થઈ શકે છે. ગુજરાતમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાતના ધારાસભ્ય છે. બની શકે કે આગામી દિવસોમાં રિવાબા પણ લોકસભા લડી શકે છે. ભાજપ કેટલાક ધારાસભ્યોને પણ લોકસભાની ટિકિટ આપે તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલમાં અમિત શાહ સિવાય એક પણ ટિકિટ ફાઈનલ નથી. પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ભાજપ ક્રિકેટર યુવરાજસિંહને ટિકિટ આપે એવી શક્યતા છે. ગુરદાસપુર બેઠક પરથી સન્ની દેઓલ સાંસદ છે પણ સન્નીએ ફરી ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે તેથી ભાજપ નવા મજબૂત ઉમેદવારને શોધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ માટે ભરૂચ સીટ જીતવી વધુ સરળ, AAPની તાકાત એક જ એસેમ્બલી સીટ પર- ફૈસલ પટેલ


ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, યુવરાજસિંહ પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોવાથી તેને ટિકિટ મળી શકે છે. પંજાબ ભાજપ પ્રમુખ સુનિલ જાખર અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના માધ્યમથી યુવરાજે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ પછી યુવરાજ પોતાનાં માતા સાથે નીતિન ગડકરીને મળ્યો ત્યારે પણ ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ સમીકરણો ગોઠવાયા છે પણ યુવરાજ ભાજપમાં વિધિવત જોડાય એ બાદ બધુ ફાઈનલ થશે. હવે ક્રિકેટરોને પણ રાજકારણમાં રસ જાગ્યો છે. બંગાળમાં સૌરવ ગાંગુલીને ભાજપ ટિકિટ આપવા માગે છે પણ ગાંગુલી રાજકારણથી દૂર રહેવા માગે છે. 


આ શું થઈ રહ્યું છે? USA માં ભારતીય મૂળના અકુલ ધવનના મોત પર અત્યંત ચોંકાવનારો ખુલાસો


આ નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરતાં હાઈકમાન્ડે યુવરાજને ટિકિટ આપવા સંમતિ આપી છે પણ કઈ બેઠક પરથી લડાવાશે એ નક્કી નથી. જાખર પોતે ગુરદાસપુર પરથી લડવાના દાવેદાર હોવાથી ભાજપ યુવરાજને હરિયાણામાંથી પણ લડાવી શકે છે. હવે આગામી દિવસમાં જ ફાઈનલ થશે કે યુવરાજસિંહ ચૂંટણી લડશે કે નહીં?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube