લોકસભા ચૂંટણી પરિણામ: UPમાં કેમ હાર્યું ભાજપ? હવે ચોંકાવનારો ખુલાસો સામે આવતા હાઈકમાન્ડ `સર્જરી`ના મૂડમાં
પાર્ટી હજુ એ આઘાતમાંથી બહાર આવી રહી નથી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો કેમ હાર્યા? હવે ભાજપની `80 સ્પેશિયલ ટીમ`એ આ અંગે એક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મળ્યા બાદ હવે ભાજપ જલદી આ મુદ્દે સર્જરી કરવાના મૂડમાં છે. એવા પર ખબર છે કે જો વિશ્વાસઘાત અને અનુશાસનહીનતા જોવા મળી તો મોટામાં મોટા નેતાઓ ઉપર પણ સંગઠન અને પાર્ટી હાઈ કમાન એક્શન લઈ શકે છે.
હાલમાં યોજાઈ ગયેલી લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા અને તેણે ભાજપમાં જાણે ભૂકંપ સર્જી દીધો છે કારણ કે જે રાજ્યમાંથી ખોબલે ખોબલે સીટો મળી હતી ત્યાં જ હારવાનો વારો આવ્યો. પાર્ટી હજુ એ આઘાતમાંથી બહાર આવી રહી નથી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો કેમ હાર્યા? હવે ભાજપની '80 સ્પેશિયલ ટીમ'એ આ અંગે એક રિપોર્ટ તૈયાર કરી લીધો છે.
એવા ખબર છે કે ભાજપની આ 80 સ્પેશિયલ ટીમે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તે લખનઉ ઉત્તર પ્રદેશ મુખ્યાલય મોકલી દેવાયો છે. એવી ચર્ચા છે કે આ રિપોર્ટમાં ભાજપ કાર્યકરોએ સ્થાનિક વિધાયકો અને પૂર્વ સાંસદો વચ્ચે વિવાદને ભાજપ ઉમેદવારની હાર માટે જવાબદાર ઠેરવ્યો છે.
રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ છે કે અનેક જિલ્લાઓમાં મંત્રી, વિધાયકો અને સાંસદો વચ્ચે જ એકજૂથતા નહતી અને પરસ્પર લડાઈ ઝઘડાએ ભાજપનો ખેલ બગાડ્યો. રિપોર્ટ મળ્યા બાદ હવે ભાજપ જલદી આ મુદ્દે સર્જરી કરવાના મૂડમાં છે. એવા પર ખબર છે કે જો વિશ્વાસઘાત અને અનુશાસનહીનતા જોવા મળી તો મોટામાં મોટા નેતાઓ ઉપર પણ સંગઠન અને પાર્ટી હાઈ કમાન એક્શન લઈ શકે છે. એટલે એટલું તો નક્કી છે કે બૂથ સ્તરથી લઈને સંગઠન સ્તર સુધી જલદી યુપીમાં અનેક મોટા ફેરફાર જોવા મળી શકે છે.
ભાજપમાં કોલ્ડવોર જેવી સ્થિતિ
લોકસભા ચૂંટણીમાં અતિ મહત્વના એવા ઉત્તર પ્રદેશમાં જે કરારી હાર જોવા મળી છે તેનાથી પાર્ટીમાં કોલ્ડ વોર જેવી સ્થિતિ છે. થોડા દિવસો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન અને ભાજપના નેતા સંગીત સોમ વચ્ચે કોલ્ડ વોર ખુલીને સામે આવી હતી. હવે સિદ્ધાર્થનગરથી ઘર્ષણની તસવીરો સામે આવી. યુપીના સિદ્ધાર્થનગરમાં તો સમીક્ષા બેઠક માટે ભેગા થયેલા ભાજપના નેતા જ એકબીજા સાથે લડી પડ્યા અને જોત જોતામાં તો લાતો ઘૂંસા ચાલવા લાગ્યા.
એવું કહેવાય છે કે ભાજપના જ કેટલાક લોકોએ જિલ્લાધ્યક્ષ કન્હૈયા પાસવાન વિરુદ્ધ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ ત્યાં તણાવ શરૂ થઈ ગયો અને સમીક્ષા બેઠક જંગના અખાડામાં ફેરવાઈ ગઈ. આ મારપીટ ત્યારે થઈ જ્યારે ખુબ બેઠકમાં પૂર્વ બેસિક શિક્ષા મંત્રી સતીષ દ્વિવેદી, મથુરાના વિધાયક રાજેશ ચૌધરી, કાશીના ક્ષત્રીય મહામંત્રી સુશીલ તિવારી ત્યાં હાજર હતા. હાલ મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.