નવી દિલ્હી: આમ તો ભારતીય રાજકારણમાં 'યુવા તર્ક'ના નામથી પૂર્વ વડાપ્રધાન ચંદ્વશેખર જાણિતા છે. આ એક એવી ઉપાધિ છે જે કદાચ જ ભારતી જનતા કોઇ બીજાને આપે, પરંતુ લોકસભાની ચૂંટણી 2019 (Lok sabha elections 2019) માં નક્કી કરશે કે શું આ નેતાઓના પુત્ર હકિકતમાં પાર્ટીના 'યુવા તર્ક' બની રહેશે કે નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lok sabha Election results 2019: જો NDA જીતશે તો સૌથી વધુ દુખી થશે આ 5 નેતા!


જયંત ચૌધરી: ઉત્તર પ્રદેશમાં અજિત સિંહ એક વિશેષ ક્ષેત્રમાં રાજકારણ કરે છે. અજિત સિંહ અત્યારે પણ રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના પ્રમુખ છે, પરંતુ લોકસભા ચૂંટણી 2019માં પાર્ટીનો ચહેરો તેમના પુત્ર જયંત ચૌધરી છે. જયંત ચૌધરીએ આગળ વધીને અખિલેશ અને માયાવતીની સાથે ગઠબંધન કર્યું છે. તેના માટે આરએલડીનું પ્રદર્શન જયંત ચૌધરીનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. 

નરેંદ્ર મોદીને ફરીથી PM બનાવવા માંગે છે આ વૃદ્ધ, કોઇએ જળનો ત્યાગ કર્યો તો કોઇએ કર્યા ઉપવાસ


તેજસ્વી યાદવ: લોકસભા ચૂંટણી 2019માં બિહારમાં વિપક્ષી ખેમાના સૌથી મોટા ચહેરા આરજેડી નેતા તેજસ્વી યાદવ રહ્યા. લાલૂ યાદવ જેલમાં હોવાથી તેજસ્વીએ જ વિપક્ષી ખેમાનું નેતૃત્વ કર્યું છે. લાલૂની ગેરહાજરીમાં જો તેજસ્વીના નેતૃત્વમાં પાર્ટી સારું પ્રદર્શન કરે છે તો તેમનું કદ વધી જશે. 


સ્ટાલિન: એમ કરૂણાનિધિનો તમિલનાડુના રાજકારણમાં લાંબા સમય સુધી સિક્કો ચાલ્યો છે. ગત વર્ષે તેમનું નિધન થઇ ગયા બાદ તેમના પુત્ર એમ.કે.સ્ટાલિનના હાથમાં દ્વવિડ મુનેત્ર કઝગમ (દ્વમુક)ની કમાન છે. સ્ટાલિનના નેતૃત્વમાં દ્વમુક પહેલી લોકસભાની ચૂંટણી લડી રહી છે. વિપક્ષી ખેમામાં સ્ટાલિન એકમાત્ર એવા નેતા છે જેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણવામાં આવે છે. 

શું દિલ્હીમાં ભાજપ ફરીથી જીતશે સાત સીટો? કોંગ્રેસ-આપ ખોલી શકશે ખાતું?


લોકસભા ચૂંટણી 2019ના પરિણામ નક્કી કરશે કે આ પાંચ મોટા નેતાઓના પુત્ર પોતાની માતા અથવા પિતાની વિરાસતને લોકતંત્રની સૌથી મોટી પરીક્ષામાં કેવું પ્રદર્શન કરી શકે છે.