Lok sabha Election results 2019: જો NDA જીતશે તો સૌથી વધુ દુખી થશે આ 5 નેતા!
લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) પોતાના અંતિમ પડાવમાં પહોંચી ચૂક્યા છે. આજે મતગતરી થશે. વોટોની ગણતરીના શરૂ થઇ ગયા બાદ ટ્રેંડ આવવાનું શરૂ થઇ જશે. ના ફક્ત ભારત જ નહી પરંતુ દુનિયાની નજરમાં ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok sabha election results 2019) પર ટકેલી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) પોતાના અંતિમ પડાવમાં પહોંચી ચૂક્યા છે. આજે મતગતરી થશે. વોટોની ગણતરીના શરૂ થઇ ગયા બાદ ટ્રેંડ આવવાનું શરૂ થઇ જશે. ના ફક્ત ભારત જ નહી પરંતુ દુનિયાની નજરમાં ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok sabha election results 2019) પર ટકેલી છે. વોટોની ગણતરી બાદ સ્પષ્ટ થઇ જશે કે આગામી પાંચ વર્ષ અને દેશમાં એનડીએ (NDA) ની સત્તા રહેશે કે વિપક્ષી ખેમાને સરકાર બનાવવાની તક મળશે. વિભિન્ન ન્યૂઝ ચેનલો અને સર્વે એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ (BJP) નીત એનડીએ સરળતાથી સરકાર બનાવવાના જાદુઇ આંકડાને પાર કરતાં જોવા મળી રહી છે. જો વાસ્તવિક રિઝલ્ટ (Chunav result) માં પણ એક્ઝિટ પોલ (EXIT POLL)ના પરિણામો સાચા સાબિત થાય છે તો દેશના આ પાંચ નેતા સૌથી વધુ દુખી થશે. આ પાંચ નેતા એવા છે જેમણે ચૂંટણીની ઠીક પહેલાં પોતાને એનડીએથી અલગ કરી લીધા છે.
નરેંદ્ર મોદીને ફરીથી PM બનાવવા માંગે છે આ વૃદ્ધ, કોઇએ જળનો ત્યાગ કર્યો તો કોઇએ કર્યા ઉપવાસ
ઉપેંદ્વ કુશવાહા: 2014ની લોકસભાની ચૂંટણીના ઠીક પહેલાં નીતિશ કુમારે પીએમ નરેંદ્ર મોદીનો વિરોધ કરતાં એનડીએ સાથે નાતો તોડી દીધો હતો. ત્યારબાદ ભાજપે બિહારમાં મજબૂતી માટે ઉપેંદ્વ કુશવાહા અને રામવિલાસ પાસવાનની પાર્ટી સાથ ગઠબંધન કર્યું હતું. વર્ષ 2018માં નીતીશ કુમાર ફરીથી એનડીએનો ભાગ બની ગયા. ત્યારબાદથી એનડીએમાં ઉપેંદ્વ કુશવાહાનું કદ ઘટી ગયું. 2019 ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં જ્યારે સીટોની વહેંચણીની વાત આવી તો ઉપેંદ્વ કુશવાહાની પાર્ટીને ફક્ત એક સીટ આપવામાં આવી હતીએ. આ વાતથી નારાજ થઇને ઉપેંદ્વ કુશવાહાએ કેંદ્વમાં મંત્રી પદને ત્યાગ દીધો અને એનડીએથી અલગ થઇને રાષ્ટ્રીય જનતાની પક્ષની નેતૃત્વવાળી મહાગઠબંધનનો ભાગ બની ગયો. જો એનડીએ જીતશે તો હાલ ઉપેંદ્વ કુશવાહાના નિર્ણયને રાજકારણમાં ખોટો ગણવામાં આવશે.
સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2019: પવન ચામલિંગની પ્રતિષ્ઠા દાવ પર
જીતન રામ માંઝી: 2016માં થયેલા બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન નીતિશ કુમારના ખેમામાંથી બેઇજ્જત થયેલા પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી એનડીએનો ભાગ બન્યા હતા. એનડીએને આશા હતી કે માંઝીના આવવાથી એનડીએના ઉમેદવારોને મહા દલિત સમાજના વોટ મળશે, પરંતુ એવું ન થયું. 2018માં પીએમ નરેંદ્ર મોદી અને નીતીશ કુમારની મિત્રતા ફરીથી થતાં એનડીએમાં માંઝીની ખાસ હેસિયત ન રહી. ત્યારબાદ માંઝી આરજેડી નીત મહાગઠબંધનમાં આવી ગયા. એનડીએના જીતતા માંઝીને પસ્તાવો થવો સ્વભાવિક છે.
ઓડિશામાં કોંગ્રેસના પરીણામો પહેલાં જ હાર સ્વિકારી, કહ્યું- અમે સરકાર બનાવી શકીશું નહી
ચંદ્બબાબૂ નાયડૂ: આંધ્ર પ્રદેશમાં સત્તાધીન તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ લોકસભા ચૂંટણીના ઠીક થોડા મહિના પહેલાં એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જોકે આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઇ છે. ટીડીપીને એનડીએમાં જાળવી રાખવા માટે ભાજપે ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ ટીડીપી પ્રમુખ ચંદ્વબાબૂ નાયડૂની પાર્ટીના હારવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એનડીએથી અલગ થયા બાદ ચંદ્વબાબૂ નાયડૂ વિપક્ષી નેતાઓને એકઝૂટ કરવામાં જોડાઇ ગયા છે. જો લોકસભા ચૂંટણી (Lok sabha chunav results)માં એનડીએ જીતે છે તો ચંદ્વબાબૂ નાયડૂના એનડીએથી અલગ થવાના ફેંસલા પર સવાલ ઉભા થઇ શકે છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2019, પરિણામ અને ટ્રેન્ડ, જૂઓ LIVE અપડેટ | LIVE TV | મત ગણતરી લાઇવ અપડેટ્સ
મહેબૂબા મુફ્તી: વર્ષ 2014માં જમ્મૂ કાશ્મીરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. ત્યારબાદ વિચારધારાના મામલે બિલકુલ જ ઉલટ ભાજપ અને મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. આ સરકારમાં પીડીપીના મુખ્યમંત્રી અને ભાજપના ઉપમુખ્યમંત્રી હતા. કેંદ્વની ભાજપ સરકાર દ્વારા વારંવાર ચેતાવણી આપવા છતાં બોર્ડર પર વધતી જતી આતંકી ઘટનાઓ પર મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીની નરમાઇ રહી. આખરે ભાજપની સરકાર ઢળી પડી. જો આ વખતે એનડીએ સત્તામાં આવે છે તો મહેબૂબાને કદાચ પોતાના આ નિર્ણયથી પસ્તાવો થશે.