નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પરિણામ 2019 (Lok Sabha Election Results 2019) ટ્રેન્ડમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોને મળેલા ભારે બહુમત બાદ તેને કટ્ટર વિરોધી નેતા પણ શુભેચ્છા આપી રહ્યાં છે. જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબદુલ્લાએ ટ્વીટ કરીને પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા આપી છે, આ શાનદાર પ્રદર્શનની તમામ ક્રેડિટ પીએમ મોદી અને અમિત શાહને જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેન્ડના અંતિમ આંકડા સામે આવ્યા બાદ ઉમરે ટ્વીટ કર્યું, 'તો એક્ઝિટ પોલ યોગ્ય હતા.' હવે કંઇ બાકી રહે છે તો ભાજપ અને એનડીએને શુભેચ્છા આપવી. તેનો તમામ ક્ષેય પીએમ મોદી સાહેબ અને અમિત શાહની જાય છે, જેણે વિજયી ગઠબંધન બનાવ્યું અને ખૂબ પ્રોફેશનલ અભિયાન ચલાવ્યું. તેણે તેને આગામી પાંચ વર્ષ માટે સત્તા સોંપી દીધી. 


સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક, પીએમ મોદી સાંજે 5.30 કલાકે પહોંચશે દિલ્હી કાર્યાલય


નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાને ટ્વીટ કર્યું હતું, 'પ્રત્યેક એક્ઝિટ પોલ્સ ખોટા ન હોઈ શકે. ટીવી બંધ કરી અને સોશિયલ મીડિયા પરથી લોગઆઉટ થવાનો સમય આવી ગયો છે અને તે રાહ જોવાઈ રહી છે કે 23 (મે)એ પણ દુનિયા આવી ચાલી રહી છે.'


કેટલાક એક્ઝિટ પોલમાં એનડીએને સરળતાથી 300થી વધુ સીટ મળતી દેખાડવામાં આવી હતી. લોકસભામાં બહુમત હાસિલ કરવા માટે 272 સીટો જરૂરી હોય છે.