ભોપાલ: લોકસભા ચૂટણી 2019 (Lok Sabha Elections 2019)ના શરૂઆતી ટ્રેન્ડ અને પરિણામો 2019 (Lok Sabha Election Results 2019) આવવા લાગ્યા છે. તાજા ટ્રેન્ડમાં મધ્ય પ્રદેશની 28 સીટો પર ભાજપ અને એક સીટ પર કોંગ્રેસને બઢત મળેલી છે. મધ્ય પ્રદેશની ઘણી સીટો પર ભાજપના ઉમેદવાર લગભગ એક લાખ વોટોની બઢત બનાવી છે. ચૂંટણી ટ્રેન્ડમાં દેખાઇ રહી પ્રચંડ 'મોદી લહેર' વચ્ચે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેંદ્ર મોદીને દેશની જનતા માટે ઇશ્વરીય ચમત્કાર ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર: ટ્રેંડમાં  NDA ની બલ્લે-બલ્લે, 40માંથી 39 સીટો પર જીત તરફ અગ્રેસર


કોંગ્રેસ દ્વારા 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપવાના પ્રશ્ન પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું ''ચૂંટણીમાં કોંગ્રેસે બાલિશ હરકતો કરી, રાહુલ બાબાને પરિપક્વ થવું જોઇએ, જે પ્રકારે તે ગાળો ભાંડતા રહ્યા, ચોકીદાર ચોર હૈના નારા લગાવતાં રહ્યા. તો બીજી તરફ જનતા કસમ ખાતી રહી કે પીએમ મોદી વિશે આમ કહી રહ્યા છે, અમે તેનો બદલો લઇશું અને તે ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહ્યા છે.'' ભાજપને પશ્વિમ બંગાળ અને ઓડિશામાં મળેલી સફળતાના પ્રશ્ન પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું ''રાષ્ટ્રીય અધ્યક્ષ (અમિત શાહ) શરૂથી કહી રહ્યા હતા કે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાકી છે. પશ્વિમ બંગાળ, ઓડિશા હજુ બાકી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે કહે છે, તે કરીને જુએ છે, હવે પરિણામ પણ એવા જ આવી રહ્યા છે.