નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં એનડીએની જીત થઈ છે. ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદી પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. ભાજપના મુખ્યાલયમાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે તમારા આ પ્રેમ, આ આશીર્વાદ માટે હું દેશવાસીઓનો ઋણિ છું. આ પાવન દિવસે એનડીએની સરકાર સતત ત્રીજીવાર બનવાની નક્કી છે. હું જનતા જનાર્દનનો આભારી છું. દેશમાં ભાજપ પર, એનડીએ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજની આ વિજય દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો વિજય છે. આ ભારતના બંધારણ પર અતૂટ નિષ્ઠાની જીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરના લોકોની કરી પ્રશંસા
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મતદાતાઓએ આ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન કરી અભૂતપૂર્વ ઉત્સાહ દેખાડ્યો અને દુનિયાભરમાં ભારતને બદનામ કરનાર શક્તિઓને અરિસો દેખાડ્યો છે. હું જનતા-જનાર્દનને આ વિજયના પાવન પર્વ પર આદર પૂર્વક નમન કરું છું.



ઓડિશામાં પ્રથમવાર સરકાર બનાવશે ભાજપ
પ્રધાનમંત્રીએ કહ્યું કે ચૂંટણીના આ જનાદેશના ઘણા પાસા છે. 1962 બાદ પ્રથમવાર કોઈ સરકાર પોતાના બે કાર્યકાળ પૂરા કર્યા બાદ ત્રીજીવાર આવી છે. રાજ્યોમાં જ્યાં વિધાનસભા ચૂંટણી થઈ ત્યાં એનડીએને ભવ્ય જીત મળી છે. અરૂણાચલ પ્રદેશ હોય, ઓડિશા હોય, આંધ્ર પ્રદેશ હોય કે સિક્કિમ, આ રાજ્યોમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ ઓડિશામાં સરકાર બનાવવા જઈ રહી છે અને લોકસભા ચૂંટણીમાં ઓડિશામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પ્રથમવાર હશે જ્યારે મહાપ્રભુ જગન્નાથની ધરતી પર ભાજપના મુખ્યમંત્રી હશે. ભાજપે કેરલમાં પણ એક સીટ જીતી છે, આપણા કેરલના કાર્યકર્તાઓએ ખુબ બલિદાન આપ્યા છે. 


શું બોલ્યા જેપી નડ્ડા
પાર્ટી મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી હોય કે દેશનું નેતૃત્વ કરવાનું હોય, પીએમ મોદીએ હંમેશા આગળ વધી દેશ, પાર્ટી અને લોકોનું નેતૃત્વ કર્યું છે. હું તેમને શુભેચ્છા આપું છું.