લોકસભા ચૂંટણી 2019: સવારે 9 વાગ્યા સુધીમાં આ બેઠક પર સૌથી વધુ મતદાન, આંકડો જાણી ચોંકશો
લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં મતદાન ચાલુ છે. મતદારો સારી એવી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યાં છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં મતદાન ચાલુ છે. મતદારો સારી એવી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યાં છે. સવારે 9 વાગે બહાર પડેલા આંકડા મુજબ એકલા નાગાલેન્ડની બેઠક પર સવારે 9 વાગ્યા સુધીમાં 21 ટકા સુધીનું જંગી મતદાન નોંધાઈ ચૂક્યું છે. આ જ રીતે સવારે 9 વાગ્યા સુધીમાં આ બેઠક પર સૌથી વધુ મતદાન થયેલું જોવા મળ્યું.
લોકસભા ચૂંટણી 2019: મુઝફ્ફરનગરમાં થઈ રહ્યું છે ફેક વોટિંગ? ભાજપના ઉમેદવારનો ગંભીર આરોપ
સવારે નવ વાગ્યા સુધીમાં બિહારમાં 5 ટકા, ઔરંગાબાદમાં 5.6 ટકા, ગયામાં 11 ટકા, નવાદામાં 3ટકા, જમુઈમાં 3 ટકા મતદાન નોંધાયુ છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં ગૌતમ બુદ્ધ નગરમાં સવારે 9 વાગ્યા સુધી 15 ટકા, કૈરાનામાં 10 ટકા, બિજનૌરમાં 13.45 ટકા, મેરઠમાં 10 ટકા અને બાગપતમાં 11 ટકા મતદાન નોંધાયું છે. નાગાલેન્ડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 21 ટકા મતદાન નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 20 રાજ્યોમાં 91 લોકસભા બેઠકો માટે અને ચાર રાજ્યોની વિધાનસભા બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 91 લોકસભા બેઠકો માટે કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે.
ચૂંટણી 2019: 72 વર્ષમાં પહેલીવાર મતદાનને ધ્યાનમાં રાખીને દારૂલ ઉલૂમે લીધો મોટો નિર્ણય
પહેલા તબક્કાના મતદાનમાં આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો
પહેલા તબક્કાના મતદાનમાં જે પ્રમુખ નેતાઓના ભાગ્ય ઈવીએમમાં કેદ થવાના છે તેમાં કેન્દ્રીય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહ, નીતિન ગડકરી, હંસરાજ અહીર, કિરણ રિજિજૂ, કોંગ્રેસના રેણુકા ચૌધરી, એઆઈઈએમઆઈએમના અસદ્દુદ્દીન ઓવૈસી સામેલ છે.
જુઓ LIVE TV