લોકસભા ચૂંટણી 2019: મુઝફ્ફરનગરમાં થઈ રહ્યું છે ફેક વોટિંગ? ભાજપના ઉમેદવારનો ગંભીર આરોપ
લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની મહત્વની ગણાતી બેઠક મુઝફ્ફરનગર પર થઈ રહેલા મતદાન વચ્ચે ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને ફેક વોટિંગનો આરોપ લગાવ્યો છે. બાલિયાનનું કહેવું છે કે મતદાન કેન્દ્રો પર બુરખા પહેરીને આવી રહેલી મહિલાઓના ચહેરા ચેક થતા નથી અને તેના કારણે નકલી વોટિંગ થઈ રહ્યું છે. મુસ્લિમો અને જાટ બહુમતીવાળી આ બેઠક પર તેમની સામે ગઠબંધનના ઉમેદવાર તરીકે આરએલડીના પ્રમુખ અજીત સિંહ છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની મહત્વની ગણાતી બેઠક મુઝફ્ફરનગર પર થઈ રહેલા મતદાન વચ્ચે ભાજપના ઉમેદવાર સંજીવ બાલ્યાને ફેક વોટિંગનો આરોપ લગાવ્યો છે. બાલિયાનનું કહેવું છે કે મતદાન કેન્દ્રો પર બુરખા પહેરીને આવી રહેલી મહિલાઓના ચહેરા ચેક થતા નથી અને તેના કારણે નકલી વોટિંગ થઈ રહ્યું છે. મુસ્લિમો અને જાટ બહુમતીવાળી આ બેઠક પર તેમની સામે ગઠબંધનના ઉમેદવાર તરીકે આરએલડીના પ્રમુખ અજીત સિંહ છે.
મુઝફ્ફરનગરના ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને આરોપ લગાવતા કહ્યું કે "હું બૂથ પર ગયો તો જોયું કે મતદારોના ચહેરા બરાબર ચેક થતા નથી. ચહેરો જોયા વગર મતદાન કરવાની મંજૂરી આપી શકાય નહીં. અહીં એક મહિલા કોન્સ્ટેબલ સુદ્ધાની તહેનાતી કરાઈ નથી. અધિકારીઓ મતદારોના ચહેરા સુદ્ધા જોઈ શકતા નથી. બુરખામાં આવેલી મહિલાઓના ચહેરા જોઈ શકાતા નથી. જો ધાર્મિક આધાર પર કોઈને આપત્તિ હોય તો મત ન આપો." તેમણે આરોપ લગાવ્યો કે "અહીં ફેક વોટિંગ થઈ રહ્યું છે. જો આ મામલાને ગંભીરતાથી ન લેવાયો તો હું ફરીથી મતદાનની માગણી કરું છું."
Union Minister and Muzaffarnagar BJP candidate Dr. Sanjiv Balyan: Faces of women in burkhas are not being checked and I allege that fake voting is being done. If not looked into, I will demand a repoll pic.twitter.com/Gphlm2NoRx
— ANI UP (@ANINewsUP) April 11, 2019
જુઓ LIVE TV
20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે મતદાન
પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અને તેલંગાણાની તમામ લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો (સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને નોઈડા) તથા બિહારની ચાર બેઠકો ( ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈ) તથા અસમની પાંચ અને મહારાષ્ટ્રની સાત, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની બે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે